સૌથી સસ્તા 5G સ્માર્ટફોન, જો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એક નજર જરૂર કરો

આખા દેશમા 5G નેટવર્કનુ પરીક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે હવે જે લોકો નવા સ્માર્ટફોન લેવાનુ વિચારે તે સૌથી પહેલા એ જુએ કે, પોતે જે ફોન લઇ રહ્યા છે અથવા તો લેવા ઈચ્છે છે તેમા 5G ફીચર છે કે નહિ. 5G નેટવર્ક ટૂંક સમયમા જ આવી રહ્યું છે, ત્યારે આ નેટવર્કને સપોર્ટ કરે તેવા ફોનની ખરીદી કરવી આપણા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. વર્તમાન સમયમા બજારમાં ઘણા 5G સ્માર્ટફોન ઉપલબ્ધ છે પરંતુ,, આજે અમે તમને સૌથી સસ્તા 5G સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ.

રિયલમી નાર્ઝો 30 5G (64 જીબી) :

આ સ્માર્ટફોન આપણા દેશમા લોન્ચ કરવામાં આવેલા 5G સ્માર્ટફોનમાંનો એક છે. આ ફોન તમે 14,999 રૂપિયામા ખરીદી શકો છો. આ ફોનમા તમને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મળી રહે છે આ સિવાય.6.5 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આ ફોનમા તમને મળશે. ફોનની બેકસાઇડમા 48 + 2 + 2 મેગાપિક્સલના ત્રણ કેમેરા મળી રહેશે. આ સિવાય ફ્રન્ટ કેમેરો તમને 16 મેગાપિક્સલનો મળી રહેશે. 5000 એમએએચની બેટરી સાથે આ ફોન મીડિયાટેક ડિમેન્સિટી 700 પ્રોસેસર પર કામ કરે છે.

રિયલમી 8 5G (64 જીબી) :

રિયલમી નાર્ઝો 30 5G અને રિયલમી 8 5G આ બંને ફોનના ફીચર્સ એક જ સરખા છે, આ બંને વચ્ચે કોઈ જ તફાવત નથી. ખાલી ફરક આ ફોનના ભાવમા છે. આ ફોનનો ભાવ 15,499 છે એટલે કે આ ફોન તમને નાર્ઝો કરતા 500 રૂપિયા મોંઘો પડશે.

ઓપ્પો A53S 5G :

ઉપરોક્ત બંને ફોન ૪ જીબી રેમ સાથે આવે છે જ્યારે આ ફોનમા તમને 6 જીબી અને 128 જીબી સ્ટોરેજના વિકલ્પ મળી રહે છે. આ સ્માર્ટફોનમા કંપનીએ 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપી છે. આ ફોનની બેકસાઇડમા તમને 13એમપી + 2એમપી + 2એમપી કેમેરા મળી રહે છે જ્યારે ફ્રન્ટ કેમેરા 8 એમપીનો આવે છે. આ ફોનમા બેટરી 5000 એમએએચ છે તથા પ્રોસેસર મીડિયાટેક ડિમેન્સિટી 700નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનની ખાસિયત એ છે કે, બંને સિમ 5G મોડમાં કામ કરી શકે છે.

પોકો M3 Pro :

આ સ્માર્ટફોન પણ હાલ આપણા દેશમા વેચાતા સસ્તા 5G સ્માર્ટફોનમાંનો એક છે. તેમાં બે વેરિએન્ટ આવશે. આ સ્માર્ટફોનના 4 + 64 જીબી વેરિએન્ટની કિંમત 14,449 રૂપિયા છે જ્યારે 6જીબી + 128જીબી વેરિએન્ટ માટે તમારે 2,000 રૂપિયા વધારાના ચૂકવવા પડશે, એટલે કે 16,449 રૂપિયા. આ ફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 700 એસઓસી પ્રોસેસર છે અને ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90હર્ટ્ઝ છે. બેક કેમેરાની વાત કરીએ તો આગળ 48એમપી + 2એમપી + 2એમપી અને 8 મેગાપિક્સલનો કેમેરો છે.

રેડમી નોટ 10T :

આ રેડમી સ્માર્ટફોનને બે વેરિએન્ટમાં પણ ખરીદી શકાય છે. 4 + 64 જીબી વેરિએન્ટની કિંમત 14,999 છે જ્યારે 6 + 128જીબી વાળા વેરિએન્ટની કિંમત 16,999 છે. આમા પણ મીડિયાટેક ડિમેન્સિટી 700 એસઓસી પ્રોસેસરનો ઉપયોગ કરવામા આવ્યો છે. જો રિયર કેમેરાની વાત કરીએ તો સિંગલ ટોન ફ્લેશ 48 + 2 + 2 મેગાપિક્સલવાળા ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. આ સિવાય 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો પણ છે.

લાવા Agni 5G :

લાવાએ તાજેતરમાં જ આ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ફોન હાલ ઓનલાઇન પોર્ટલ પર આઉટ ઓફ સ્ટોક છે. આ ફોન 19,999 રૂપિયામા મળે છે પરંતુ, તેને પ્રી-બુકિંગ પર તેની કિંમત 2,000 રૂપિયા ઘટીને 17,999 રૂપિયા થશે. આ ફોનમા તમને 8 + 128 જીબી સ્ટોરેજ મળશે, જેને તમે એસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકો છો. આ ફોનની ડિસ્પ્લે સાઇઝ 6.78 ઇંચ છે, જે સંપૂર્ણપણે એચડી+ છે. રિયર કેમેરો 64 + 2 મેગાપિક્સલનો છે, આ સિવાય સેલ્ફી માટે 16 એમપી ફ્રન્ટ કેમેરા છે. ઉપર જણાવેલા તમામ ફોન કરતા આ ફોનનો વિકલ્પ શ્રેષ્ઠ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *