કેન્દ્ર સરકારે (Central Government) હત્યા, આત્મહત્યા, બળાત્કાર, વિકૃત મૃતદેહો અને શંકાસ્પદ કેસો સિવાય યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી મૃતદેહોના પોસ્ટમોર્ટમની (Postmortem of dead bodies) મંજૂરી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandviya) સોમવારે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે બ્રિટિશ સમયની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે! પોસ્ટમોર્ટમ 24 કલાક કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી (PM narendra modi)ના ‘ગુડ ગવર્નન્સ’ના વિચારને આગળ વધારતા, આરોગ્ય મંત્રાલયે (Ministry of Health) નિર્ણય લીધો છે કે, જે હોસ્પિટલોમાં રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા છે તે હવે સૂર્યાસ્ત પછી પણ પોસ્ટમોર્ટમ કરી શકશે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને વિવિધ સ્ત્રોતોમાંથી મળેલા સંદર્ભોના જવાબમાં અને સરકારી પ્રક્રિયાઓના પાલનના બોજને ઘટાડીને જીવનની સરળતાને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ, સૂર્યાસ્ત પછી પોસ્ટમોર્ટમ પ્રોટોકોલ, અસરકારક આજથી ફેરફારો કરવામાં આવ્યા છે. મૃતકના મિત્રો અને સંબંધીઓ સિવાય, આ નવી પ્રક્રિયા અંગ દાન અને પ્રત્યારોપણને પણ પ્રોત્સાહન આપે છે કારણ કે પ્રક્રિયા પછી નિર્ધારિત સમયગાળામાં અવયવો દૂર કરી શકાય છે,” તે જણાવ્યું હતું.