મનની વાત, ભૂમિ ની સાથે…

ચાલો આજે એક પુરુષ ની વ્યથા , ગાથા અને આત્મકથા પર વાત કરીએ…

“પુરુષ” કોણ છે?

પુરૂષ એક દીકરો છે, એક ભાઈ છે, એક મિત્ર છે, એક સાથી છે, એક વેપારી છે, એક જીવનસાથી છે, એક બાપ છે, એક દાદા છે,

પુરુષ આખા ઘરનો એક મહત્વનો અને મજબુત સ્તંભ છે. જો પુરુષ ના હોત તો આ દુિનયા પૂરી ના હોત. જયારે ઘરમાં એક બાળક જન્મે છે ત્યારે ઘર આખું ખીલી ઉઠે છે કેમકે ઘરનો એક વંશજ નો જન્મ થયો. ત્યારબાદ બાળક જેમ જેમ મોટો થાય છે તેમ તેમ તેના પર જવાબદારીઓ પણ વધતી જય છે. આ જવાબદારી નાના કે મોટા ભાઈ-બહેન ને ભણાવવા થી લઈને તેમના લગ્ન કરાવવા સુધીની હોય છે.

માં-બાપ ના સપના પુરા કરવામાં તે પોતાની જીંદગી સાથે સમજુતી કરે છે. આ ઉપરાંત ઘર ચલાવવું, નોકરી કરવી,ભણવું અથવા ઘરનો ધંધો સંભાળવો આ બધી જવાબદારીઓ તે છોકરા ને સોંપવામાં આવે છે. એવું નથી કે મહિલા ઉપર જ અત્યાચાર થાય છે. પુરૂષ પર પણ અત્યાચાર થતો હોય છે તે નાનપણ થી જ ધક્કા ખાતો-ખાતો મોટો થાય છે અને દુિનયાદારી સીખી જાય છે. ઘણા બાળકોને રમવાના દિવસોમાં જ જવાબદારી આવી જતી હોય છે અને અભ્યાસની સાથે કામ પણ કરવું પડતું હોય છે અને ઘર ની બધી જવાબદારી પણ પૂરી કરવાની હોય છે.

ઘરનું વાતાવરણ

માનવ જીવનમાં ઘરનું વાતાવરણ ખુબજ જરુરી હોય છે. અમુક ઘરમાં વર્ષો બાદ બાળક જન્મે તો તે ઘરનું વાતાવરણ પણ અલગજ હોય છે. અને એ બાળકની બધી જીદ પૂરી કરવામાં આવે છે.અને તે બાળકની બધી ભૂલો ને નજર અંદાજ કરે છે. તેથી તે બાળકનું ભવિષ્ય બગડે છે અને તેથી તે બાળક પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે અને પરીવાર પર નિર્ભર રહે છે અને આ કારણે તે બાળકને ઘણી બધી તકલીફો નો સામનો કરવો પડે છે.

અમુક ઘરમાં બાળક જન્મે તો તે બાળકને ખુબજ કડક રીતે ઉછેરે છે. છોકરો જયારે મોટો થાય ત્યારે તેને કેટલીય બાબતો પર રોકટોક કરવામાં આવે છે. જેમ કે કોઈ ભાઈબંધ સાથે રમવા ન જવાદે, કોઈની સાથે ફરવા ન જવાદે આમ ઘણીબધી રીતે રોકટોક કરવામાં આવે છે આથી તે છોકરા પર ખરાબ અસર પડે છે અને તે છોકરો મનમાં ને મનમાં ઘુંટાતો જાય છે અને આજ કારણે તે છોકરાને ઘરના સભ્યો થી નફરત થતી હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે તો ના ગમે અથવા તો મહેમાનો સાથે સરખી રીતે વાત ના કરે. પોતાની વાત પણ ખુલીને નાં કરી શકે. બાળકોના ભિવષ્ય માટે આપડે માનીએ કે કાયદા અને નિયમ હોવા જોઈએ પણ તે નિયમ અને કાયદાને બાળક પર કડકાઈ પૂવર્ક ના અજમાવાય કોઈપણ બાળકને તેની ઈચ્છા મુજબનું ભિવષ્ય નક્કી કરવાનો હક્ક છે અને તેની ઈચ્છા મુજબ તેને યોગ્ય અને સારા ભવિષ્ય મળે તે માટે મદદરુપ થવું જોઈએ જેથી તે બાળકનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને આગળ જતા તે બાળક પોતાનું અને પોતાના ઘરવાળા નું નામ રોશન કરે. ઘણીવાર એમ પણ થતું હોય છે કે એક પુરુષ જે નાના ભાઈ અને બહેનને ભણાવી ગણાવીને નોકરી ધંધો કરવા લાયક બનાવે છે અને તમેના લગ્ન પણ કરાવે છે પણ જયારે તે પુરુષને નાના ભાઈ બહેન ની જરુર પડે ત્યારે કોઈ આગળ નથી આવતા અને આવા ખરાબ સમયે કોઈ મદદમાં ના આવતા તે પુરુષ પોતાની જાતને એકલો સમજે છે અને તે અંદરો અંદર ઘૂંટાયા કરે છે અને આના કારણે તે પુરુષ ના જીવનમાં અને સ્વભાવમાં ઘણો ફરક પડે છે. અમુક ઘરમાં બાળકને પ્રેમથી, થોડીક કડકાઈ રીતે અને સારી શીક્ષાથી ઉછેરે છે. જેથી તે બાળકનું ભિવષ્ય ઉજ્જવળ બંને છે. પરીવાર અને કુટુંબીજનોનો યોગ્ય સાથ અને સહકાર મળેતો તે બાળકને આગળ વધવામાં તકલીફો અને સમસ્યા આવે તો મુંઝાયા વગર અને નીડર થઈને તેનો સામનો કરે છે. તે બાળકને ક્યારયે એકલપણું અને અસુરક્ષિત મહેસુસ ન થાય તેનું પણ ખાસ ધ્યાન પરીવારજનોએ રાખવું પડે. જેથી તે બાળક ભવિષ્યમાં પોતાના પરીવાર પર કોઈ મુસીબત આવે તો તેનો સામનો નીડર રીતે કરી શકે છે. માં-બાપ તેમના બાળકની ભૂલને પ્રેમથી અને યોગ્ય રીતે સમજાવે તો તે બાળક માં-બાપ ની બધી વાતને સમજશે અને તેનું પાલન પણ કરશે. અને બીજીવાર આવી ભૂલ ના થાય તેનું પણ ચોક્કસ ધ્યાન રાખશે.

એક માનવ પોતાના જીવનમાં પ્રેમનો ભૂખ્યો છે. એક વાર જો કોઈ માણસ ને પ્રેમજ નહિ પરંતુ યોગ્ય સાથ સહકાર મળે તો તે માણસ તમારા માટે એક મજબતુ પાયો બની જશે. પછી એ માણસ કોઈ પણ હોઈ શકે છે. જેમ કે એક સારો મિત્ર હોઈ શકે છે. તમારી સાથે કામ કરતો કમર્ચારી, પતી, પત્ની, બેન, માં-બાપ અથવા ભાઈ પણ હોઈ શકે છે.

વાંચો  વધુ  આવતા  અંકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *