ગુજરાતમાં 10879 ગ્રામ પંચાયતોની 19મી ડિસેમ્બરે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આજથી ચૂંટણીની આચારસંહિતાનો અમલ રાજ્યના 33 જિલ્લામાં શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીનું જાહેરનામું 29મી નવેમ્બરે બહાર પડશે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 4થી ડિસેમ્બર નિયત કરવામાં આવી છે. આ ચૂંટણીની મતગણતરી 21મી ડિસેમ્બરે કરાશે.
રાજ્ય ચૂંટણી આયોગના ચીફ સંજયનંદને જણાવ્યું હતું કે રાજ્યની 10879 ગ્રામ પંચાયતોમાં 10284 સરપંચ અને 89702 વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. આ સાથે જે ગ્રામ પંચાયતોની મુદ્દત 31મી માર્ચ 2022 પછી પૂરી થાય છે અને જેની મુદ્દત પૂર્ણ થવામાં એક વર્ષ કરતાં વધુ સમય બાકી હોય તેમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી અને વિભાજનવાળી તેમજ મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ આ સાથે યોજવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ બેલેટ પેપરથી મતદાન થશે. રાજ્યના 2.06 કરોડ મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે. સરપંચના હોદ્દા માટે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ, મિલકત-દેવાં તેમજ શૈક્ષણિક લાયકાત માટે નિયત નમૂનામાં એકરારનામું કરવાનું રહેશે.
રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જીસી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ઓળખકાર્ડ રજૂ કરવાનું રહેશે. જો તે રજૂ કરી શકે તેમ ન હોય તો સબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજ્ય ચૂંટણી આયોગના આદેશ પ્રમાણે નિયત દસ્તાવેજો રજૂ કરી શકાશે.
રાજ્ય ચૂંટણી આયોગે આ ચૂંટણી માટેના મતદાનનો સમય સવારે સાત વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધીનો રાખ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં નોટા (એનઓટીએ)નો અમલ કરવામાં આવશે.
ચૂંટણી આચારસંહિતા અંગે સંજયનંદને કહ્યું હતું કે ચૂંટણી હેઠળના જિલ્લાઓના રાજ્ય સરકારના વિભાગોમાં તબીબી કારણોસર સિવાય ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓની રજા મંજૂર કરવી નહીં. સરકારી સેવાઓ તેમજ જાહેર સાહસોમાં કોઇ નિયુક્તિ પણ થઇ શકશે નહીં. મતદારો પ્રભાવિત થાય તેવી કોઇપણ જાહેરાત સરકાર કરી શકશે નહીં.
નાણાંકીય ગ્રાન્ટ કે વચનોની જાહેરાત પણ કરી શકાશે નહીં. આ સૂચનાઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, કેબિનેટના મંત્રીઓ તેમજ બોર્ડ-નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વડાના ધ્યાન પર મૂકવામાં આવી છે. આ સૂચનાનો અમલ 22મી નવેમ્બરથી 21મી ડિસેમ્બર સુધી કરવાનો રહેશે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીની હાઇલાઇટ્સ
પુરૃષ મતદારો |
૧૦૬૪૬૫૨૪ |
મહિલા મતદારા |
૧૦૦૦૬૮૫૦ |
કુલ મતદારા |
૨૦૬૫૩૩૭૪ |
કુલ મતદાન મથકા |
૨૭૦૮૫ |
મતપેટીઓની જરૃરિયાત |
૫૪૩૮૭ |
ઉપલબ્ધ મતપેટીઆ |
૬૪૬૨૦ |
ચૂંટણી અધિકારની સંખ્યા |
૨૬૫૭ |
મદદનીશ ચૂંટણી અધિકારીઓ |
૨૯૯૦ |
પોલિંગ સ્ટાફની સંખ્યા |
૧૫૭૭૨૨ |
પોલીસ સ્ટાફની સંખ્યા |
૫૮૮૩૫ |
સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટાચૂંટણીની વિગતો
ચૂંટણીનો પ્રકાર |
ગ્રામ પંચાયત |
સરપંચ |
વોર્ડની સંખ્યા |
સામાન્ય |
૧૦૧૧૭ |
૧૦૧૧૭ |
૮૮૨૧૧ |
વિભાજન-વિસર્જન |
૬૫ |
૬૫ |
૫૬૮ |
પેટા |
૬૯૭ |
૧૦૨ |
૯૨૭ |
કુલ |
૧૦૮૭૯ |
૧૦૨૮૪ |
૮૯૭૦૨ |
|
|
|
|
ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ
22 નવેમ્બર : ચૂંટણી જાહેરાત
29 નવેમ્બર : નોટીસ અને જાહેરનામાની પ્રસિદ્ધિ
4 ડિસેમ્બર : ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ
6 ડિસેમ્બર : ઉમેદવારી પત્રોની ચકાસણી
7 ડિસેમ્બર : ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે
19 ડિસેમ્બર : મતદાન (સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી)
20 ડિસેમ્બર : જરૂર જણાય તો પુન: મતદાન
21 ડિસેમ્બર : મતગણતરી
24 ડિસેમ્બર : ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
રાજ્યના ક્યા જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી
ક્રમ |
જિલ્લા |
ગ્રામ પંચાયત |
૧. |
અમદાવાદ |
૪૧૧ |
૨. |
જામનગર |
૨૬૮ |
૩. |
પાટણ |
૨૦૮ |
૪. |
અમરેલી |
૫૨૮ |
૫. |
જૂનાગઢ |
૪૩૨ |
૬. |
પોરબંદર |
૧૩૫ |
૭. |
અરવલ્લી |
૨૩૧ |
૮. |
ડાંગ |
૭૦ |
૯. |
બનાસકાંઠા |
૬૫૩ |
૧૦. |
આણંદ |
૨૧૩ |
૧૧. |
તાપી |
૨૬૮ |
૧૨. |
બોટાદ |
૧૫૭ |
૧૩. |
કચ્છ |
૪૮૨ |
૧૪. |
દાહોદ |
૩૬૧ |
૧૫. |
ભરૃચ |
૫૦૩ |
૧૬. |
ખેડા |
૪૩૨ |
૧૭. |
દ્વારકા |
૧૭૫ |
૧૮. |
ભાવનગર |
૪૩૭ |
૧૯. |
ગાંધીનગર |
૧૭૯ |
૨૦. |
નર્મદા |
૨૦૦ |
૨૧. |
મહિસાગર |
૨૭૩ |
૨૨. |
સોમનાથ |
૨૯૯ |
૨૩. |
નવસારી |
૩૨૨ |
૨૪. |
મહેસાણા |
૧૬૩ |
૨૫. |
છોટા ઉદેપુર |
૨૪૭ |
૨૬. |
પંચમહાલ |
૩૭૯ |
૨૭. |
મોરબી |
૩૨૦ |
૨૮. |
રાજકોટ |
૫૪૮ |
૨૯. |
વલસાડ |
૩૩૪ |
૩૦. |
સુરત |
૪૯૮ |
૩૧. |
વડોદરા |
૩૨૯ |
૩૨. |
સાબરકાંઠા |
૩૨૫ |
૩૩. |
સુરેન્દ્રનગર |
૪૯૯ |