ASTRAL કંપની પાઈપ બનાવતી જાણીતી અને મોટી કંપની છે. ત્યારે આઇટી વિભાગે તેની ઓફીસ ખાશે વહેલી સવારે સર્ચ અને સર્વેની કામગીરી શરૂ કરી છે. મળેલી માહિતી પ્રમાણે આ મોટી કાર્યવાહીમાં આઇટીની ચાર ટીમ લાગી છે. ASTRAL કંપનીની ઓફીસ સાથે અન્ય ઓફીસ અને કંપનીના અન્ય સ્થળોએ પણ તપાસનો ધમધમાટ શરુ થઇ હયો છે. IT વિભાગને મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ અને મિલકત મેળવવાની આશા છે. તો બેનામી મિલકતોની માહિતી મેળવવા IT વિભાગની મથામણ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે હજુ એક અઠવાડિયા પહેલા જ IT દ્રારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં ઇન્કમ ટેક્સ (Income tax) વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. 16 નવેમ્બરના રોજ વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સ (Income tax) વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા માણેકચંદનાં ડિલર મુસ્તફા શેખ અને તેમના ભાગીદારોને ત્યાં તવાઇ બોલાવવામાં આવી હતી.
ઇન્કમ ટેક્સ વિભાગે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદના પાલડી, કાલુપુર, આશ્રમરોડ વિસ્તારમાં આવેલી ઓફિસ અને રહેઠાણ સહિત કુલ 14 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તો આ દરોડામાં મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવ્યાનું પણ સામે આવ્યું હતું.