અમદાવાદના કાલુપુરમાં સોનાની વી.સી ની સ્કીમના નામે કરોડો રૂપિયાની ઠગાઇ આચરનાર આરોપીની પોલીસે કોલકાતાથી ધરપકડ કરી છે. જોકે પોલીસ મુદ્દામાલનો એક પણ રૂપિયાનો કબ્જે કરી શકી નથી.
ત્યારે અહીંના પોલીસકર્મીઓ જ અંદરો અંદર ચર્ચા કરે છે કે સોનાનો મુદ્દામાલ હાથ ન લાગે તે કેમનું બને? સોનાની વી.સી ચલાવી અનેક વેપારીઓના કરોડો રૂપિયાનું સોનુ લઈને ફરાર થઈ જનાર આરોપી બાબતે હવે ખુદ એસીપીને સુપરવિઝન રાખવાનો વારો આવ્યો છે. કાલુપુર પોલીસે બે વર્ષ બાદ આરોપીની ધરપકડ કરી પરતું એક પણ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો નથી. ત્યારે જે વેપારીઓનું સોનુ ગયું છે તેઓને ન્યાય મળશે કે નહીં તે સવાલ છે અને ઉચ્ચ અધિકારીઓ આવા અધિકારીઓ સામે પગલા લે છે કે કેમ તે જોવાનું રહેશે.