ZEE-SONY નું મર્જર ફાઇનલ સ્ટેજમાં પહોંચ્યું, 2 અબજ ડોલરનું હશે નવી કંપનીનું રેવેન્યૂ…

મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ કંપની Zee Entertainment Enterprises Ltd (ZEEL) ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO પુનીત ગોયનકા એ કહ્યુ છે કે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા ની સાથે પ્રસ્તાવિત મર્જરમાં બધુ ટ્રેક પર છે અને પૂરુ થવાના ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી ચુક્યું છે.

નવી કંપનીનું રેવેન્યૂ 2 અબજ ડોલરનું હશે
APOS India Summit માં ગોયનકાએ કહ્યુ કે, મર્જરથી મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીને હંમેશા ફાયદો  થયો છે. ગોયનકાએ કહ્યુ, ‘મારૂ ચોક્કસપણે માનવુ છે કે આ કંસોલિડેશનથી પૂરી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. ‘ Zee અને Sony ના મર્જરથી દેશની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની બનશે. અમારૂ રેવેન્યૂ સ્ટેન્ડઅલોન આધાર પર આશરે 2 અબજ ડોલરનું હશે. સાથે મર્જર બાદ બનનારી કંપનીમાં સોની જે મૂડી લગાવશે, તેનાથી અમને સ્પોર્ટ્સ સહિત બીજા પ્રીમિયમ કન્ટેન્ટમાં વધુ રોકાણ કરવાની તક મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *