નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી છે કે આવતા વર્ષે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન એર એમ્બ્યુલન્સ સેવા લોન્ચ કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું, એર એમ્બ્યુલન્સ માટે મુખ્યમંત્રીના જૂનું વિમાનને તૈયાર કરાઈ રહ્યું છે..એર એમ્બ્યુલન્સ માટે પ્રતિ કલાકના રૂપિયા 50 હજારથી 60 હજારનો ચાર્જ લેવામાં આવશે.આ માટે કેન્દ્રીય ઉડ્ડન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા સમક્ષ રજૂઆત કરી મંજૂરી માગવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે દેશમાં સૌપ્રથમવાર 108ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેમાં 108 દ્ધારા સેવાઓની જરૂરીયાત માટે કોલ આવે તો કલાકના રૂ.50000/- લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.55000/- તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્ધારા આ સેવાઓ માટે કોલ કરવામાં આવશે તો રૂ.60000/-નું ભાડૂ નિયત કરવામાં આવ્યુ છે.
મંત્રી પૂર્ણેશ મોદીએ વધુ વિગતો આપતા કહ્યુ કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજ્યોના ઉડ્ડયન મંત્રીઓની બેઠક તાજેતરમાં દિલ્હી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યમાં એર સુવિધાઓનો વ્યાપ વધે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે ગુજરાત સરકારે વિવિધ માંગણીઓ કરી છે. તેને કેન્દ્ર સરકાર દ્ધારા હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવા તત્પરતા દર્શાવી છે.