Parle Biscuits Price Hike: મોંઘા થયા પારલે બિસ્કિટ

અગ્રણી ફૂડ કંપની પાર્લે પ્રોડક્ટ્સે ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે તેની તમામ શ્રેણીઓમાં ઉત્પાદનોના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો કર્યો છે. કંપનીના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ખાંડ, ઘઉં અને ખાદ્યતેલ જેવા કાચા માલના ભાવમાં વધારાને કારણે કંપનીએ તેના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવો પડ્યો છે.

10 ટકા સુધી ભાવ વધારો

કંપનીનું સૌથી લોકપ્રિય ગ્લુકોઝ બિસ્કિટ પારલે જી હવે 6-7 ટકા મોંઘું થઈ ગયું છે. આ સાથે, કંપનીએ રસ્ક અને કેક સેગમેન્ટમાં અનુક્રમે 5-10 ટકા અને 7-8 ટકા ભાવમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે બિસ્કિટ સેગમેન્ટમાં પાર્લેના ઉત્પાદનોમાં પાર્લે જી, હાઇડ એન્ડ સીક અને ક્રેકજેક જેવી લોકપ્રિય બ્રાન્ડનો સમાવેશ થાય છે.

પેકેટની કિંમત બદલાશે નહીંવજન ઘટશે

પારલે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે, “અમે કિંમતોમાં 5-10 ટકાનો વધારો કર્યો છે.” તેમણે કહ્યું કે ‘કંપનીએ 20 રૂપિયા કે તેથી વધુ કિંમતના બિસ્કિટ અને અન્ય ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. તે જ સમયે, ભાવોને આકર્ષક સ્તરે રાખવા માટે, પેકેટના ‘ગ્રામ’ કાપવામાં આવ્યા છે.

પારલેએ તેના ઉત્પાદનોના ભાવ શા માટે વધાર્યા?

તેમણે આગળ કહ્યું કે, “આ ઉત્પાદન ખર્ચ પરના ફુગાવાના દબાણને ધ્યાનમાં લીધા પછી કરવામાં આવ્યું છે જેનો અમે સામનો કરી રહ્યા છીએ. મોટાભાગની કંપનીઓ તેનો સામનો કરી રહી છે.” તેમણે જણાવ્યું હતું કે કંપની ફુગાવાના દબાણનો સામનો કરી રહી છે કારણ કે ખાદ્ય તેલ જેવી ઇનપુટ સામગ્રીના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 50-60 ટકાનો વધારો થયો છે.

આ નાણાકીય વર્ષનો પ્રથમ વધારો

તમને જણાવી દઈએ કે આ નાણાકીય વર્ષમાં પારલે દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ વધારો છે. અગાઉ, કંપનીએ જાન્યુઆરી-માર્ચ 2021 ક્વાર્ટરમાં કિંમતોમાં વધારો કર્યો હતો પરંતુ તે નાણાકીય વર્ષ 2020-2021માં કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *