સોશિયલ મીડિયા પર ‘ફેક વીડિયો’ શેર કરવા બદલ બીજેપી નેતા સંબિત પાત્રા વિરુદ્ધ FIRનો આદેશ

બીજેપી નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. તીસ હજારી કોર્ટે દિલ્હી પોલીસને ભારતીય જનતા પાર્ટીના નેતા સંબિત પાત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે.

સંબિત પાત્રા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નો નકલી વીડિયો ઈન્ટરનેટ પર કથિત રીતે પોસ્ટ કરવાનો આરોપ છે. આ વીડિયોમાં સીએમ કેજરીવાલ કૃષિ કાયદા વિશે બોલતા જોવા મળે છે. તીસ હજારી કોર્ટે, આમ આદમી પાર્ટીના નેતા આતિશીની ફરિયાદ સ્વીકારતા, પાત્રા વિરુદ્ધ IPC કલમો હેઠળ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *