ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની બેઠકોમાં વધારો થવાની શક્યતા છે. ચૂંટણીપંચનાં સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં નવા સીમાંકન બાદ વિધાનસભાની હાલની 182 બેઠક વધીને 230 થઈ શકે, જ્યારે લોકસભાની 26 બેઠક વધીને 44 થવાનો અંદાજ છે. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં અને લોકસભા 2029ની ચૂંટણીમાં આ બેઠકો વધી શકે છે.
આ પહેલાં ગુજરાતમાં છેલ્લે 1975માં 182 સીટ નક્કી કરવામાં આવી હતી, જ્યારે 1980ની લોકસભા ચૂંટણીમાં 24 બેઠક હતી. આમ, 52 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા વધીને 230 થઈ જશે. જ્યારે 47 વર્ષ બાદ સાંસદોની સંખ્યા 44 થઈ જશે. ગુજરાતમાં હાલ 2001ની વસતિના આધારે 2006માં સીમાંકન કરવામાં આવ્યું છે.
વસતિ, જ્ઞાતિ અને ભૌગલિક સમીકરણોને ધ્યાનમાં લઈ સીમાંકન
2022ની ચૂંટણીમાં 182 જ બેઠક રહેશે
જ્યારે નવું સીમાંકન થશે ત્યારે વિધાનસભા અને લોકસભાની કુલ બેઠક પૈકી કેટલીક અનામત બેઠકો સામાન્ય થઇ શકે છે, જ્યારે સામાન્ય બેઠકો પૈકી કેટલીક બેઠકો અનામત થશે. ચૂંટણીપંચના અધિકારીએ જણાવ્યું હતું કે આ બેઠકોમાં ફેરફાર 2026 પછી થવાની સંભાવના છે, એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે પણ ગુજરાતમાં લોકસભાની બેઠકોની સંખ્યા 26 જ રહેશે, જ્યારે વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાશે ત્યારે પણ બેઠકોની સંખ્યા 182 જ રહેશે, પરંતુ 2027માં ગુજરાત વિધાનસભાની બેઠકો 230 અને 2029માં લોકસભાની બેઠકો 44 હશે.
નવા સંસદભવનનું કામ પૂર્ણ થતાં જ સીમાંકનની કાર્યવાહી શરૂ થશે
સૂત્રોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે 2026માં ડિલિમિટેશન થઈ શકે છે, પણ કેન્દ્ર સરકાર ડિલિમિટેશન વહેલું એટલે કે 2024ની ચૂંટણી પૂર્વે પણ કરી શકે છે, જોકે એના માટે બંધારણીય સુધારા વગેરે જરૂરી છે. આગામી દિવસોમાં સરકાર એક વખત સંસદના નવા ભવનનું નિર્માણ પૂરું થઇ જાય કે એ તરત જ ડિલિમિટેશનની કાર્યવાહી પણ શરૂ કરવાની વિચારણા કરી શકે છે.
10 લાખની વસતિએ એક સાંસદ હોવો જરુરી
દેશમાં નવા સંસદભવનની રચના સાથે વધુ સાંસદોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને 2026માં ડિલિમિટેશન પણ આવી રહ્યું છે અને એનો સૌથી મોટો ફાયદો ભાજપને મળશે એવા સંકેત છે. નિયમ મુજબ દર 10 લાખની વસતિએ એક સાંસદ હોવો જરૂરી છે અને 2019માં 88 કરોડ મતદારો હતા અને તેથી 888 સાંસદ જરૂરી છે. સરકાર દ્વારા બંધારણની કલમ 81 મુજબ જે ડિલિમિટેશન કરવામાં આવે છે એ 2026માં કરવામાં આવશે અને એ સમયે લોકસભામાં 888 સાંસદ હશે.
સૌથી વધુ ઉત્તરપ્રદેશના 143 સાંસદ હશે