શેર માર્કેટમાં આજે ફરી એક વખત ભૂકંપની સ્થિતિ છે. બીએસઈના 30 શેરવાળો સેન્સેક્સ અને એનએસઈના નિફ્ટી સૂચકઆંકમાં ભારે મોટો ઘટાડો નોંધાયો છે. લાલ નિશાન સાથે વેપારની શરૂઆત બાદ થોડા સમયમાં જ બંને સૂચકઆંકોમાં ઝડપથી ઘટાડો નોંધાયો. સવારે 10:35 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1300 કરતા વધારે પોઈન્ટ નીચે જતો રહ્યો જ્યારે નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઘટાડો આવ્યો.
સપ્તાહના પાંચમા કારોબારી દિવસ શુક્રવારે શેર માર્કેટની શરૂઆત ખરાબ રહી હતી. બીએસઈનો સેન્સેક્સ અને એનએસઈની નિફ્ટી બંને લાલ નિશાન પર ખુલ્યા હતા. સેન્સેક્સ 815.71 પોઈન્ટ એટલે કે 1.39 ટકા તૂટીને 58,000ની નીચે ખુલ્યો. તેણે 57979.38ના સ્તરે શરૂઆત કરી. જ્યારે એનએસઈની નિફ્ટીમાં 239.60 પોઈન્ટ એટલે કે, 1.37 પોઈન્ટના ઘટાડા સાથે 17296.65ના સ્તરે વેપારની શરૂઆત થઈ.
ગુરૂવારે નબળી શરૂઆત સાથે આખો દિવસના ઉતાર-ચઢાવ બાદ અંતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 454.10 પોઈન્ટ એટલે કે, 0.78 ટકા વધીને 58795.09ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 121.20 પોઈન્ટ એટલે કે, 0.70 ટકાના ઉછાળા સાથે 17536.25ના સ્તરે બંધ રહી હતી.