નવા વેરિયંટથી વિશ્વભરમાં હાહાકાર, વાયરસને “ઓમીક્રોન” નામ અપાયું, મોદી સરકાર થોડી જ વારમાં કરશે મહત્ત્વની બેઠક

દેશના ઘણા વિસ્તારોમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાનું નવું વેરિયન્ટ ઓમિક્રોનને પણ વિશ્વભરના દેશોની ચિંતા વધારી દીધી છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. પીએમ મોદી આજે કોરોનાની હાલની પરિસ્થિતિ અને દેશમાં વેક્સિનેશનને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.

જાણકારી અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી તરફથી તાબડતોડ કોરોનાના નવા વેરિયન્ટને લઈને બોલાવવામાં આવેલી આ બેઠક આજે 10.30 વાગ્યાથી શરૂ થશે. પીએમ મોદીએ આ બેઠક એવા સમયે બોલાવી છે જ્યારે દેશની સ્કૂલ-કોલેજોમાં ઝડપથી કોરોના પ્રસરી રહ્યો છે. કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, ઓડિશા સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ હેલ્થ ઓર્ગનાઈજેશન ( (World Health Organisation))એ કોરોનાના નવા રૂપ B.1.1529 ને ‘વેરિયન્ટ ઓફ કંસર્ન’ જાહેર કર્યો છે. એટલું જ નહીં, WHOએ આફ્રિકાના બોત્સ્વાનામાં સૌ પ્રથમ જોવા મળેલા આ પ્રકારને Omicron નામ આપ્યું છે. WHOએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના પર ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની એક બેઠક યોજાઈ હતી. તેમાં કોરોનાના નવા વેરિયન્ટ B.1.1.529 વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન જૂથે વેરિઅન્ટને ‘વેરિઅન્ટ્સ ઑફ કન્સર્ન’ તરીકે જાહેર કરવાની સલાહ આપી હતી. કોરોનાના અન્ય પ્રકારોની જેમ WHOએ તેને ‘ઓમિક્રોન’ નામ આપ્યું છે.

કોરોનાના નવા વેરિયન્ટના સમાચાર આવ્યા બાદ લોકોનું ટેન્શન ફરીથી વધી ગયું છે. તેમના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પ્રકારના વાયરસથી કેટલું જોખમ છે? હું આને કેવી રીતે ટાળી શકું? રસી કેટલી અસરકારક છે? આવા તમામ પ્રશ્નોના જવાબ AIIMSના ડૉ.નવીત વિગ દ્વારા આપવામાં આવ્યા છે. ડૉ. નવીત એઈમ્સ દિલ્હીમાં કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ પણ છે. તેમણે કહ્યું કે નવું વેરિઅન્ટ વધુ ટ્રાન્સમિસિબલ હોવાનું માનવામાં આવે છે. એટલે કે, તે વધુ ઝડપથી ફેલાય છે. તે રોગપ્રતિકારક શક્તિને હરાવવામાં પણ વધુ કાર્યક્ષમ છે. તેમણે જણાવ્યું છે કે, ‘આપણે સમજવું પડશે કે નવા વેરિઅન્ટ્સ આવતા રહેશે. આવી સ્થિતિમાં, સાર્વત્રિક રસીકરણ એટલે કે તમામ લોકો માટે રસી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *