કેન્દ્ર સરકારના આરોગ્ય ખાતાએ જોખમી દેશોની બનાવેલી યાદીમાંના કોઈપણ દેશમાંથી ભારતમાં આવનારા પેસેન્જર્સ જો ગુજરાતમાં આવશે તો તેમે માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ગુજરાત સરકારે ફરજિયાત કરી દીધો છે. તેઓ ગુજરાતમાં આવશે તે જ તબક્કે તેમણે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે.
ઓમિક્રોન તરીકે ઓળખાતા મ્યુટન્ટ વાઈરસના ફેલાવા માટે વિશ્વના 9 દેશોમાંધી આવતા નાગરિકો જોખમી હોવાનું હાલ પૂરતું ઠેરવવામાં આવ્યું છે. આ નવ દેશોમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બાંગલાદેશ, બોટ્સવાના, ચાઈના, મોરેશિયલ, ન્યૂઝીલેન્ડ અને ઝીમ્બાબ્વેનો સમાવેશ કરવામાં આવ્યો ચે. વિશ્વભરના દેશો આ દેશોમાંથી પ્રવાસ કરતાં નાગરિકો અંગે ચિંતિત છે.
તેથી તેમાંથી આવનારા દેશના નાગરિકોએ વેક્સિન-રસીનો સંપૂર્ણ ડોઝ ન લીધો હોય તો તેને માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી તેમની સીધી એન્ટ્રી થવાની સંભાવના રહેલી છે. તેથી કેન્દ્રના ગૃહ ખાતાએ 11મી નવેમ્બરે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના ગુજરાત સરકારને આપી દેવામાં આવી છે.
આ ગાઈડલાઈન્સમાં જણાવવામાં આવ્યું છે કે જોખમી દેશોની યાદીમાં મૂકવામાં આવેલા દેશોમાંથી કોઈ પર્યટક આવી પહોંચે તો તેમને 14 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રાખવા પડશે. તેમણે આંશિક રસી લીધી હોય કે રસીનો સંપૂર્ણ ડોઝ લીધો હોય તો પણ તેમને તેમના સ્વૅબનો નમૂનો આપવો પડશે. તેમ જ તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાવવો પડશે.
ભારતમાં આવ્યા પછી પહેલા તો તેમને સાત દિવસ માટે ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવસે. ત્યારબાદ આઠમા દિવસે તેમનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમના આરોગ્યનું બીજા સાત દિવસ મોનિટરિંગ કરવામાં આવશે. તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હશે તો પણ 14 દિવસ સુધી તેમના પર નજર રાખીને તેમના આરોગ્યનું નિયમન કરવામાં આવશે.
ભારતમાંથી અન્ય દેશમાં જતી ફ્લાઈટ અને ભારતમાં આવતી ફ્લાઈટ પંદરમી ડિસેમ્બરથી સંપૂર્ણપણ ેચાલુ કરવામાં આવશે. આ અગાઉ 15થી 20 મહિના સુધી ઘણાં બધાં દેશોમાંથી આવતી ફ્લાઈટને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. કોરોનાનો ચેપ આવી જવાના ભયને પરિણામે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વાઇબ્રન્ટમાં પાર્ટનર આફ્રિકન દેશોના પ્રતિનિધિ આવવાના છે : ચેપ લાગવાનો ખતરો
ગુજરાતમાં દેશવિદેશથી મૂડી રોકાણ ખેંચી લેવવા માટે યોજવામાં આવનારી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પરદેશથી ઘણાં પ્રતિનિધિ મંડળો આવવાના છે. આ પ્રતિનિધિ મંડળ ઇન્વેસ્ટમેન્ટ લાવવાની સાથે સાથે ભારતમાં અત્યંત જોખમી ગણાતા ઓમિક્રોન વાઈરસને લઈ આવે તેવો પણ ખતરો રહેલો છે.
ગુજરાતની વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકાના દેશોના ઘણાં પ્રતિનિધિઓ આવવાની જાહેરાત કરાઈ છે. બીજીતરફ ગુજરાતનું પ્રતિનિધિ મંડળ વાઈબ્રન્ટ સમિટ માટે રૉડ શૉ કરવા માટે વિશ્વના જુદાં જુદાં દેશોમાં જવા ગઈકાલે જ નીકળી ગયું છે.
તેઓ આગામી 5મી ડિસેમ્બર સુધી જુદાં જુદાં દેશોમાં ફરવાના છે. આ દેશોના ભ્રમણ દરમિયાન તેમને પણ કોરોનાનો જોખમી મ્યુટન્ટ ગણાવો વાઈરસનો ચેપ લાગી જવાનો ખતરો રહેલો છે. તેમ જ તેમના રૉડ શૉને પગલે વિશ્વના જુદાં જુદાં દેશોમાંથી આવનારા પ્રતિનિધિ મંડળો પણ તેમની સાથે કોરોના વાઈરસને ખેંચી લાવે તેવી દહેશત છે.