JMCનો છબરડો : જામનગરમાં મૃતક વ્યકિતને કોરોના રસીનો બીજો ડોઝ…

જામનગરમાં મૃતક વ્યકિતને કોરોના રસીનો બીજો ડોઝ આપી સાત મહિના પછી આરોગ્ય કર્મીએ તેના ઘેર જઇ પરિવારજનોને વેક્સિનેશનનું પ્રમાણપત્ર આપ્યું હોવાની પુરાવા સાથે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતાએ કમિશ્નરને રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.

જામનગરના વોર્ડ નં.12ના કોંગ્રેસના કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજીએ મહાપાલિકાના કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરના મોરકંડા રોડ વિસ્તારમાં રહેતા પરમાર જેન્તીલાલનું તા.30/4/2021 ના રોજ અવસાન થયું હતું.

આમ છતાં સાત મહિના પછી એટલે કે તા. 30/11/2021 ના મૃતક પરમાર જયંતિલાલને બીજા ડોઝની રસી આપવામાં આવી છે, તે સર્ટીફિકેટ ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના રૂતુબેન રમેશભાઈ ભેંસદડિયાએ મૃતકના ઘેર જઇ પરિવારજનોને આપ્યું હતું. પરંતુ, જે વ્યક્તિનું 7 મહિના પહેલા અવસાન થયું છે તેના નામનું રસીકરણનું પ્રમાણપત્ર કેવી રીતે બની ગયું. શું લક્ષ્યાંકને પૂર્ણ કરવા ખોટા સર્ટીફિકેટ બનાવાય છે તેવો સવાલ ઉઠાવ્યો છે.

મૃતકને રસીના પ્રમાણપત્રની કોઇ ફરિયાદ મળી નથી, ટેકનીકલ ક્ષતિ હોઇ શકે
જામનગરમાં મૃતક વ્યકિતને કોરોનાની રસી આપી તેના ઘેર સાત મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યાની કોઇ ફરિયાદ મળી નથી. જો કે, આ ટેકનીકલ ક્ષતિ હોય શકે. પરંતુ કોઇ મૃત વ્યકિતને રસી આપી પ્રમાણપત્ર આપવામાં આવે તે ફીઝીકલી બને નહીં. – એ.કે.વસ્તાણી, નાયબ કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા.

મૃતકના ઘેર જઇ તેઓના પરિવારજનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું
શહેરના મોરકંડા રોડ વિસ્તારમાં રહેતા પરમાર જેન્તીલાલનું તા.30/4/2021 ના રોજ અવસાન થયું હતું. આમ છતાં સાત મહિના પછી એટલે કે તા. 30/11/2021 ના મૃતક પરમાર જયંતિલાલને કોરોનાના બીજા ડોઝની રસી આપવામાં આવી છે, તે સર્ટીફિકેટ ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના રૂતુબેન ભેંસદડિયાએ મૃતકના ઘેર જઇ પરિવારજનોને આપ્યું હતું.- અસલમ ખીલજી, વિરોધ પક્ષ પૂર્વ નેતા, જામ્યુકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *