મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર અગ્રણીઓની ગાંધીનગરમાં આજે મહત્વની બેઠક, જાણો કયા કયા મુદ્દાઓ અંગે થશે ચર્ચા…!!!

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને CM ભુપેન્દ્ર પટેલ અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે મહત્વની બેઠક યોજાશે. મળેલ માહિતી અનુસાર, આ બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે પાટીદાર અનામત આંદોલન કેસ બાબતે ચર્ચા કરવાના છે. આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ, ઉમિયામાતા ઊંઝાના પ્રતિનિધિ પણ હાજર રહેશે.

આ સાથે બેઠકમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓ ઉપસ્થિત રહશે તેવું ચર્ચાઈ રહ્યું છે.આપને જણાવી દઈએ કે આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા આજે રજૂઆત થવાની સંભાવના છે. મહત્વની વાત એ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આંદોલન સમયના પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી.

ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં પાટીદારોની બેઠક થઇ હતી  . આ બેઠકમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવામાં હતો. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS )ની મહેસાણામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ ૨ શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *