“मांस मत खाओ, मांस मुर्ख एवम कायर मनुष्यों का भोजन है”
દેશ-વિદેશમાં શાકાહારી ફૂડ ખાવાની અપીલ કરનાર એવા અમદાવાદ ના લેખક અને ટ્રાવેલના ધંધાર્થી કેતુભાઈ મિસ્ત્રી જેઓ “જૈસલમેર હોલીડે” નામની કંપનીના માલિક છે અને લેખક તરીકે તેમને “ઈશ્વરીય મનુષ્ય” નામની પુસ્તક લખી છે જે શુદ્ધ શાકાહારી અને પશુ પ્રેમી છે. કેતુ મિસ્ત્રી નો મુખ્ય હેતુ શાકાહારી ભોજનને સમગ્ર વિશ્વમાં પ્રમોટ કરવાનો છે. કેતુભાઈ એ બી.કોમ. કર્યા બાદ પર્સનાલીટી ડેવલોપમેન્ટ અને એક્ટિંગના ક્લાસ પણ કરેલા છે તે ઉપરાંત તેમણે રામાનંદ સાગરના સ્ટુડીઓમાં કામ કરેલું છે અને વિક્રમ વેતાલમાં પણ તેમને ચિત્રગુપ્તનો રોલ કરેલ છે અને અલગ-અલગ સીરીયલ અને નાટકોમાં કામ કરેલું છે. કેતુભાઈ પશુ-પક્ષીઓ માટે ખુબજ લાગણીશીલ છે અને તેમના નાટક અને શુટિંગ દરમિયાન જો કોઈ નોનવેજ ભોજન ખાય તે તેમને પસંદ નહોતું અને ત્યાં ઘણાબધા લોકો માંસ ખાતા હતા તેથી તેમણે પોતાના કેરિયરમાં કોઇપણ જાતનો કોમ્પ્રોમાઈસ કર્યા વગર એક્ટિંગ લાઈન છોડી દીધી ત્યારબાદ તેમણે “જૈસલમેર હોલીડે” નામની કંપની વર્ષ ૨૦૧૩માં શરુ કરી અને કેતુભાઈ મિસ્ત્રી “લોકલ ફોર વોકલ” અને “અહિંસા પરમો ધર્મ:” ને ધ્યાનમાં રાખીને ભારત ટુરીઝમને પ્રમોટ કરે છે.
કેતુભાઈ એ આ વ્યવસાય શરુ કરતા પહેલા એક વર્ષ સુધી ટ્રાવેલ્સ અને ટુરીઝમના ધંધા અંગે જાણકારી મેળવી હતી. રાજસ્થાનના દરેક રજવાડી ફેમીલી સાથે પણ કેતુભાઈ મિસ્ત્રીના સારા સંબંધ છે. તેઓએ રાજસ્થાનના દરેક કિલ્લા અને ભવ્ય મહેલોની રૂબરૂ જઈને મુલાકાત લીધી છે. તેમની આ કંપની રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યોમાં યાત્રા કરવા માટે સર્વિસ પૂરી પાડે છે. જૈસલમેર હોલીડે નામની આ સંસ્થામાં ગ્રાહકો માટે દરેક જાતના ટુર પેકેજ ઉપલબ્ધ છે. કેતુભાઈ મિસ્ત્રીએ કોરોના મહામારી દરમ્યાન સરકારી ગાઈડલાઈનનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે.
જૈસલમેર હોલીડેની એક ખાસિયત છે કે તે શાકાહારી અને માંસાહારી બંને પ્રવાસીઓને સર્વિસ તો આપે જ છે પરંતુ જૈસલમેર હોલીડેની યાત્રા દરમિયાન ફક્ત શાકાહારી જ ભોજન લેશો તેવું પહેલેથી જ નક્કી કરે છે. અને જૈસલમેર હોલીડે શુદ્ધ-શાકાહારી ભોજનની સર્વિસ આપે છે.
કેતુભાઈ મિસ્ત્રી સમગ્ર દુનિયાને “અહિંસા પરમો ધર્મ:” એટલે કે “Violence free Life” નો સંદેશ આપે છે અને તેઓ ઈંડા અને નોનવેજ ભોજનના વિરુદ્ધ છે. તેથી દુનિયાને ખાસ સંદેશ આપવા માટે કેતુ મિસ્ત્રીએ “ઈશ્વરીય મનુષ્ય” નામની પુસ્તક લખી છે અને આ પુસ્તક ૨૦૨૦ માં લોન્ચ કરી. આ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, દુનિયામાં સારામાં સારા માણસો કેવા હોઈ શકે તેની એક કાલ્પનિક કહાનીનું નિર્માણ કર્યું છે. તે ઉપરાંત કેતુ મિસ્ત્રીનો વેજીટેરીયન ભોજનની વિચારધારા અંગે ઘણા રાજસ્થાનના રોયલ પરિવારે પણ પ્રશંસા કરી અને ઘણાબધા લોકોમાં પરિવર્તન પણ આવ્યું છે. કેતુ મિસ્ત્રી સોશિયલ મીડિયા દ્વારા દિવસ રાત જોયા વગર “અહિંસા પરમો ધર્મ:” નો પ્રચાર કરે છે. તેઓ કતલખાના બંધ કરાવવા, પશુઓ પર અત્યાચાર રોકવા અને નોનવેજ પર પ્રતિબંધ, ચામડાનો ઉપયોગ ન કરવો તેના પર સમગ્ર પૃથ્વીના અલગ અલગ દેશોમાં પ્રચાર કરે છે. કેતુભાઈ પશુ અને પ્રાણીઓ પ્રત્યે ખુબજ લાગણીશીલ છે. તેમનું કહેવું છે કે અહિંસા પરમો ધર્મ એ ભારતની સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિમાં હિંસાનું કોઈ સ્થાન ન હોવું જોઈએ.બીજાને મારીને આપણું પેટ ભરવું એ આપડી સંસ્કૃતિમાં નથી અને તેમની આ વિચારશક્તિથી તેમને “ઈશ્વરીય મનુષ્ય” નામની પુસ્તક લોન્ચ કરી છે જે ઓનલાઈન એમેઝોન, ફ્લીપકાર્ટ અને સ્નેપડીલ પર ઉપલબ્ધ છે. તેમનો ઉદ્દેશ વધુથી વધુ લોકો સુધી આ સંદેશ પહોચે તેના માટે તેઓ સતત પ્રયાસ કરતા રહેશે.
તે ઉપરાંત તેમની કંપની જૈસલમેર હોલીડેની ખાસિયત છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના પ્રાકૃતિક સોંદર્ય વિષે ગ્રાહકોને સચોટ માર્ગદર્શન મળી રહે. અને રાજસ્થાન મધ્યપ્રદેશની જે ધરોહર છે તેને મૂળરૂપમાં પ્રસ્તુત કરે છે. તે ઉપરાંત ગામડાની જિંદગી, હેરીટેજ વોક, બોટિંગ, આઈલેન્ડ વિઝીટ, સાયકલીંગ, ટ્રેકિંગ, જંગલ સફારી, વેડિંગ કરાવે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની ખાસિયતને સંપૂર્ણ વિગતવાર માહિતી આપે છે અને ગાઈડ પણ કરાવે છે. તેમનું કહેવું છે કે ભારતની સંસ્કૃતિને દર્શાવતી જગ્યાઓ અને શાકાહારી વિશે જાણવા જેવું એટલું બધું છે જે આખી દુનિયામાં ક્યાય નહિ મળે.
Company Name : જૈસલમેર હોલીડે Owner Name : કેતુભાઈ મિસ્ત્રી Contact No. : ૯૬૦૧૧૦૦૧૦૦