બેંક સ્કેમની વણજાર: સુરતમાં SBI અને લખનઉમાં કેનેરા બેંક સાથે ખાનગી કંપનીઓએ આચરી છેતરપીંડી

CBIએ સુરતની પ્રાઈવેટ કંપની અને તેના ડાયરેક્ટર ઉપરાંત અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અન્ય કેટલાક સામે SBI બેંકને રૂ૨૧૪.૧૧ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી નુકસાન પહોંચાડવાના અંગે SBIની અમદાવાદ સ્થિત SAM બ્રાન્ચે આ મામલે CBIમાં ફરિયાદ નોંધાવી હતી. બેન્ક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, પ્રાઈવેટ કંપનીને વાહન ખરીદવા માટે ટર્મ લોન મંજૂર કરવામાં આવી હતી. બેંક દ્વારા આક્ષેપ કરાયો છે કે, આરોપીએ SBIની તરફેણમાં વાહનોનું અનુમાન ન કરીને બેંક સાથે છેતરપિંડી કરી હતી. તે ઉપરાંત લોનની રકમ જે કામ માટે મંજૂર કરવામાં આવી હતી, તેના માટે વાપરવામાં જ નહોતી આવી. આ મામલે આરોપીના સુરત તથા મુંબઈના ઠેકાણા પર રિકવરી સંદર્ભે દરોડા પાડવામાં આવ્યા હતા.

વધુ એક છેતરપીંડી કેસમાં લખનઉની કેનેરા બેંકે પ્રાઈવેટ કંપની, તેના ડાયરેક્ટર્સ તથા જામીન અને અજાણ્યા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બેંક તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કાવતરામાં સામેલ આરોપીઓએ લોનની રકમમાં છેતરપિંડી, ખોટો ઉપયોગ તથા અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરીને કેનેરા બેંક સાથે ૨૪.૮૨ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. ​​​​​​​તે ઉપરાંત  એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પ્રાઈવેટ કંપનીએ કોલેટરલ જામીનગીરીને નવી રૂ.૨૧.૨૬ કરોડની લોન માટે હાઉસિંગ ફાયનાન્સ કંપનીને મોર્ટગેજમાં મૂકી દીધી. આ એકાઉન્ટ ૩૦ જૂન ૨૦૧૭ના રોજથી NPA થઇ હતી. તે ઉપરાંત, લોન લેનારે પ્રાથમિક અને કોલેટરલ સિક્યોરિટીના ભાગને માર્ટગેજ તરીકે બેંકના NOC મેળવ્યા વિના જ વેચી દીધો. આ મામલે છેતરપિંડીની રિકવરી માટેના જરૂરી દસ્તાવેજોની તપાસ માટે આરોપીના લખનઉ, ફૈઝાબાદ અને ગાઝીપુર સ્થિત સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *