સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી ગુડ્ડુ યાદવને સેશન્સ કોર્ટે આજે ફાંસીની સજા સંભળાવી છે છે. પોર્ન વીડિયો જોયા બાદ દિવાળીના દિવસે અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી રુંવાટા અધ્ધર થઈ જાય એવું જંગલીપણું દાખવીને હત્યા કરનાર આરોપીને સેશન કોર્ટે માત્ર ૨૯ દિવસમાં જ ફાંસીની સજા સંભળાવી છે. ત્યારે આ પહેલા પણ સુરતની સેશન્સ કોર્ટે ૩ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર અનિલ યાદવને કોર્ટે દુષ્કર્મના અને હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવી હતી. જોકે અનિલ યાદવની ફાંસીના માંચડે લટકાવવાનો હુકમ હજી સુપ્રીમકોર્ટમાં બાકી છે.
ચોથી નવેમ્બર એટલેકે દિવાળીની આગલી રાત્રે ગુડ્ડુ યાદવે માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઓમાં લઈ જઈ બાળકી પર દુષ્કર્મ આચાર્ય બાદ તે બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ગુનો આચાર્યના બે દિવસ બાદ આરોપીને પોલીસે જડપી પડ્યો હતો. ત્યારબાદ પાંડેસરા પોલીસે ૭ જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી અને સરકાર પક્ષે દિવસમાં જ ટ્રાયલ પૂરી કરી હતી. કુલ ૬૯ સાક્ષી પૈકી સરકાર પક્ષે ૪૨ સાક્ષી જ ચકાસ્યા હતા.
સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૩ વર્ષની માસૂમ બાળકીને મૂળ બિહારના બક્સર જિલ્લાના વતની ૨૪ વર્ષીય અનિલ સુરેન્દ્ર સિંઘ યાદવ તા.૧૪-૧૦-૨૦૨૦૧૮ના રોજ ચોકલેટ આપવાના બહાને પોતાની સાથે લઈ જઈ બળાત્કાર આચાર્યા બાદ બેરહેમી રીતે હત્યા કરી લાશને કોથળામાં મૂકીને પોતાનો રૂમ બંધ કરીને વતનમાં ભાગી ગયો હતો, જેથી ભોગ બનનાર બાળકીના માતાની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે આરોપીની રેપ અને મર્ડર તથા પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતા. બહુચર્ચિત રેપ અને મર્ડર કેસની સાત મહિનાની ટ્રાયલ ચાલી હતી.એ દરમિયાન આ કેસમાં ખાસ નિયુક્ત મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તથા એપીપી કુ.રિન્કુ પારેખે ૩૧ સાક્ષીની મદદથી ફરિયાદપક્ષનો કેસ નિઃશકપણે પુરવાર કરી આ કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ, અનિલ યાદવને ફાંસીની સજાની માગ કરી હતી, જેને સુરત એડિશનલ સેશન્સ જજ પી.એસ.કાલાએ ગત તા.૩૧મી જુલાઈના રોજ માન્ય રાખી અનિલ યાદવને ફાંસી તથા દંડની સજા ફટકારી હતી.