મણિપુર સ્થિત એક ઘરમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. મણિપુર પોલીસ અને ૪૩ આસામ રાઇફલ્સના જવાનોની સંયુક્ટ ટીમે ટેંગનૌપાલ જિલ્લાના મોરેહ સ્થિત ગામના એક ઘરમાં રેડ પાડી જથ્થાબંધ માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડયો હતો. જેની બજાર કિંમત રૂપિયા ૫૦૦ કરોડ હોવાનું સામે આવ્યું છે.
મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહે મંગળવારે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ રેડ અંગે માહિતી આપતા જણાવ્યું હતું ક, ડ્રગ્સ વિરુદ્ધ છેડવામાં આવેલા આ અભિયાનમાં જપ્ત કરાયેલ ડ્રગ્સના આ જથ્થાને સૌથી મોટી જપ્તી છે .તે ઉપરાંત પોલીસ અને આસામ રાઇફલ્સની સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી.
મુખ્યમંત્રી એન.બીરેનસિંહે સોશિયલ મીડિયા પેજ પર લખ્યું હતું કે, ટેંગનૌપાલ જિલ્લા પોલીસ અને ૪૩ આસામ રાઇફલ્સના જવાનો દ્વારા કરાયેલા સંયુક્ત ઓપરેશનમાં મોરેહ ગામમાંથી ઝડપી પાડવામાં આવેલી રૂ. ૫૦૦ કરોડની ડ્રગ્સ એ તેઓની સૌથી મોટી સિદ્ધિ છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યુકે, વિશ્વસનીય બાતમીદારો તરફથી પ્રાપ્ત બાતમીના આધારે ટેંગ્નૌપાલ પોલીસ અને આશામ રાઇફલ્સના જવાનોની સંયુક્ત ટીમે મ્યાંમારના એક નાગરિકને પ્રતિબંધિત હેરોઇના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હતો.
બાદમાં આ વ્યક્તિની પૂછપરછના આધારે એક ગોડાઉન ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. આ ડગોડાઉનમાંથી હેરોઇનની 3716 પેકેટ અને ક્રિસ્ટલ મેથ (મેથામફેટામાઇન)ની ગોળીઓના 152 પેકેડ મળી આવ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ પર વાર નામે શરૂ કરાયેલી ઝૂંબેશની આ પ્રથમ સૌથી મોટી સિદ્ધિ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મણિપુર પોલીસને એવી બાતમી મળી હતી કે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલાં કેટલાંક સ્થળોનો ડ્રગ્સનો જથ્થો સંઘરવામાં ઉપયોગ કરાય છે.