ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા માટે દર ૨ મહિને યોજાતી ૩ દિવસીય બેઠક આજે સંપન્ન થઈ છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગાઢ વિચાર-વિમર્શ અને કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના પ્રકોપને ધ્યાનમાં લઈને નીતિગત દરોને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
RBIના ગવર્નર શક્તિકાંત દાસે મીટીંગ કહ્યું કે, મૌદ્રિક નીતિ સમિતિએ નીતિગત રેપો રેટને ૪% પર રાખવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું અને ઉદાર વલણ જળવાઈ રહ્યું. MSF દર અને બેંક દર ૪.૫% પર અપરિવર્તિત છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ પણ ૩.૩૫% પર અપરિવર્તિત રાખવામાં આવ્યો છે.
ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મોનેટરી પોલિસીની માહિતી આપતા જણાવ્યું કે, આ વખતે પણ નીતિગત દરોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. રેપો રેટ ૪ ટકા પર યથાવત છે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે સતત ૯મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. અગાઉ કેન્દ્રીય બેંકે છેલ્લે ૨૨ મે, ૨૦૨૦ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.
રેપો રેટ જેના પર RBI બેંકોને ટૂંકા ગાળા માટે ધન ઉધાર આપે છે તે ૪ ટકા યથાવત રાખવામાં આવ્યો છે. તે સિવાય રિવર્સ રેપો રેટ જેના પર RBI બેંકો પાસેથી ઉધાર લે છે તે ૩.૩૫ ટકા યથાવત રખાયો છે. સીમાંત સ્થાયી સુવિધા અને બેંક દર પણ ૪.૨૫ ટકા યથાવત રખાયા છે. કેન્દ્રીય બેંકે મે ૨૦૨૦ માં કોવિડ-૧૯ મહામારીથી પ્રભાવિત અર્થતંત્રનું સમર્થન કરીને પ્રમુખ નીતિગત દરોને ઐતિહાસિક સ્તરે ઘટાડી દીધા હતા. ત્યારથી આરબીઆઈ દ્વારા દરો યથાવત રાખવામાં આવ્યા છે.