સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજનામાં ૨૫ એરપોર્ટનો સમાવેશ કર્યો

દેશમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે નવેમ્બરમાં ૧.૦૫ કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી.જે વાર્ષિક ધોરણે આ સંખ્યા ૬૪ ટકા વધારે છે. તે ઉપરાંત ઓક્ટોબરમાં હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા ૯૦ લાખ અને સપ્ટેમ્બરમાં ૭૦ લાખની આસપાસ હતી. હવાઈ મુસાફરોની આ વધેલી સંખ્યાએ સરકાર માટે કમાણીનો નવો માર્ગ ખોલ્યો છે. મળેલ જાણકારી અનુસાર, સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજનામાં ૨૫ એરપોર્ટનો સમાવેશ કર્યો છે. એટલે કે નેશનલ મોનીટાઈઝેશન પ્લાનમા સમાવેશ કરેલા ૨૫ એરપોર્ટનુ પણ ખાનગીકરણ કરાશે.

આવનાર ત્રણ વર્ષમાં ૨૫ એરપોર્ટનું ખાનગીકરણ થશે. આ એરપોર્ટની પસંદગી વાર્ષિક ટ્રાફિક અને સૂચિત મૂડી ખર્ચ યોજનાના આધારે કરવામાં આવી છે. આ એરપોર્ટમાં ભુવનેશ્વર, વારાણસી, ઈન્દોર, રાયપુર, નાગપુર, પટના, સુરત, રાંચી, ચેન્નાઈ, ભોપાલ અને દેહરાદૂન વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકી, અમૃતસર, વારાણસી, ભુવનેશ્વર, ઈન્દોર, રાયપુર અને ત્રિચી એરપોર્ટનું બ્રાઉનફિલ્ડ PPP મોડલ પર મુદ્રીકરણ કરવામાં આવશે.

કાલિકટ, કોઈમ્બતુર, નાગપુર, પટના, મદુરાઈ, સુરત, રાંચી અને જોધપુર એરપોર્ટનું ખાનગીકરણ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં કરવામાં આવશે. આ પછીના નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ચેન્નાઈ, વિજયવાડા, તિરુપતિ, વડોદરા, ભોપાલ અને હુબલી એરપોર્ટનું ખાનગીકરણ કરાશે. અને ત્યારબાદ ઇમ્ફાલ, અગરતલા, ઉદયપુર, દહેરાદૂન અને રાજમુન્દ્રી એરપોર્ટને ખાનગી હાથમાં સોંપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *