કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે. ગુજરાતની ટુંકી મુલાકાત દરમિયાન અમિત શાહ ગાંધીનગર સંસદિય મતક્ષેત્રમાં 275 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂર્હત પણ કરશે. ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. 13મી ડિસેમ્બરે વડાપ્રધાન મોદી આ શિલાન્યાસ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે અને વર્ચ્યુઅલી સંબોધન કરશે.
અમિત શાહ આજે સવારે 11 કલાકે સોલા સ્થિત ઉમિયાધામ શિલાન્યાસ વિધીમાં હાજરી આપશે. ત્યાર બાદ સાંજે પાંચ કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 4 લેન રેલવે ઓવરબ્રિજ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. AMC દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમિત શાહ રાણીપ વિસ્તારમાં બગીચા માટે ભૂમિ પૂજનમાં સામેલ થશે અને સરખેજ અને ગોતા ખાતે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. શાહ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.