સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (Defense Research and Development Organization)એ સોમવારે ઓડિશામાં બાલાસોર તટ પર એક લાંબી રેન્જના સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટોરપીડોનુ સફળ પરીક્ષણ કર્યુ છે. DRDOના જણાવ્યુ અનુસાર, આ પ્રણાલીને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને વધારવા માટે તૈયાર કરવામાં આવ્યા છે જે પારંપરિક ટોરપીડોની રેન્જથી વધારે છે.
DRDO સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ ટોરપીડોનું સફળ પરીક્ષણનો વિડીઓ લીંક
આ એક આગામી પેઢીની મિસાઈલ આધારિત ટોરપીડો ડિલિવરી સીસ્ટમ છે. DRDOએ વધુમાં જણાવ્યુ હતું કે પરીક્ષણ દરમિયાન મિસાઈલની તમામ ક્ષમતાઓનુ સફળતાપૂર્વક પ્રદર્શન જોવા મળ્યુ. આ ઉન્નત મિસાઈલ સીસ્ટમ માટે DRDOની કેટલીક પ્રયોગશાળાઓએ વિભિન્ન ટેકનોલોજી વિકસિત કરી છે. નૌસેનાએ જલ્દી જ આની ભેટ મળી શકે છે.
આ મહત્વપૂર્ણ પરીક્ષણથી બે દિવસ પહેલા જ DRDO અને વાયુ સેનાએ સ્વદેશમાં તૈયાર અને વિકસિત એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ હતુ. આ પરીક્ષણ પોખરણમાં થયુ હતુ. આ એન્ટી ટેન્ક મિસાઈલની ખાસિયત એ કે આને હેલિકોપ્ટરથી લોન્ચ કરવામાં આવી શકે છે. સ્વદેશી હથિયાર પ્રણાલીઓને વર્તમાન સમયમાં આ ત્રીજુ પરીક્ષણ હતુ.