કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, આ ગોળીબારમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. પુલવામાં જિલ્લાના રાજપોરા વિસ્તારના ઉસગામ પથરીમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં સેના દ્વારા સીઝ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સીઝ ઓપરેશન દરમિયાન સેનાની ઘેરાબંધી જોઇ આતંકીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતા આતંકીઓ ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ સુરક્ષાદળો આત્મસમર્પણ કરવાની અપીલ કરી પરંતુ આતંકીઓ ફાયરિંગ ચાલું રાખતા સુરક્ષા દળોએ વળતી ફાયરિંગ કરતા એક આતંકવાદીને ઠાર થયો હતો. હાલ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન જારી રાખ્યું છે.
સુરક્ષા દળોએ મંગળવારે આ અગાઉ રાજોરી અને પૂંછમાં લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની આતંકવાદીને બેહરમગલા વિસ્તારમાં ઠાર માર્યો હતો. ઠાર થયેલ આ આતંકવાદીની ઓળખ પાકિસ્તાનના રહેવાસી અબુ જારા તરીકે થઈ છે. આ આતંકવાદી પાસેથી એક AK-૪૭ રાઈફલ, ચાર મેગેઝિન, એક ગ્રેનેડ, પાઉચ, ઉપરાંત ભારતીય ચલણના કેટલાક રૂપિયા મળી આવ્યા છે. રાજોરી પૂંછમાં આ વર્ષે આ ૮માં આતંકીને મારી દેવામાં આવ્યો છે.