અમદાવાદમાં ATM ચોરીની એક સાથે ૨ ઘટના સામે આવી

અમદાવાદમાં એક જ રાતમાં ૨ ATM ચોરીની ઘટનાથી શહેરભરની પોલીસ દોડતી થઈ હતી. જેમાંથી રામોલ વિસ્તારમાં ATM તોડી ચોરીનો પ્રયાસ કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તે ઉપરાંત મણિનગર વિસ્તારમાં પણ ATM ચોરીની ઘટના બની છે. આ ઘટના અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

રામોલ પોલીસે યસ ઉર્ફે હની ચૌહાણ નામના શખ્સની ATM ચોરીના પ્રયાસમાં ધરપકડ કરી છે. જે રામોલ વિસ્તારનો રહેવાસી છે. આ શખ્સે ૧૫ તારીખે વહેલી સવારે વસ્ત્રાલમાં આવેલા ખાનગી બેંકના ATMનુ ડિજિટલ લોક તોડી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપી ચોરી કરવામાં સફળ થાય તે પહેલા જ ATMમાં રહેલું સાયરન વાગતા આરોપી નાસી છૂટયો હતો. જોકે ઘટના અંગે પોલીસે ગુનો નોંધી યસ ઉર્ફે હની ચૌહાણની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં પણ ATM ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટના અંગે આરોપીની પૂછપરછ તથા CCTV તપાસવામાં આવ્યા હતા. જોકે તે અન્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બનેલી ઘટના અંગે તપાસ કરતા આરોપીએ CCTV કેમેરા પણ ફેરવી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે CCTVમાં તેનો ચહેરો દેખાતા પોલીસે આરોપીને ઝડપી પડ્યો હતી. આરોપીની પૂછપરછ કરતા માત્ર મોજશોખ ખાતર રૂપિયાની જરૂર હોવાથી અને ATMમાં મોટી માત્રામાં રૂપિયા મળશે તેવી અપેક્ષા રાખી ચોરી કરવાનો પ્લાન કર્યો હતો. જોકે ડિજિટલ લોક અને સાયરન વાગતા આરોપી ચોરી કર્યા વિના જ ફરાર થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *