પેપરકાંડમાં સૌથી મોટો ધડાકોઃ મુખ્ય 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરી, 4ની શોધખોળ ચાલું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરીષદમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક થવા મુદ્દે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ અંગે મીડિયા દ્વારા જાણ થતાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ પાસા હેઠળ તપાસ કરવામાં આવી હતી.

ગૌણ સેવા પસંદગી મેંડળે લીધેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની સરકારે આજે પત્રકાર પરીષદમાં કબૂલાત કરી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવના ગુનામાં સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. પેપર લીક કરવાના મુખ્ય 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 4ની શોધખોળ ચાલું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 406, 420, 409, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે.

અસિત વોરાની આગેવાની વાળી ગૌણ સેવા પસંદગી મંડળ વધુ એક પરીક્ષા લેવામાં નિષ્ફળ રહ્યું છે.

પેપરકાંડના આરોપીઓ
ધ્રુવ બારોટ

ચિંતન પટેલ

દર્શન વ્યાસ-વડરાડ

ધ્રુવ બારોટ- હિંમતનગર

મહેશ પટેલ- ન્યૂ રાણીપ

કુલદીપ – હિંમતનગર

તાજપુરી-સુરેશ પટેલ

પેપર ફોડનારને કડકમાં કડક સજા થાય તેવી કલમો ઉમેરાશે. ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી પોલીસ તમામ જાણકારી મેળવી રહી છે. પેપર ફોડનાર આરોપીને મીડિયા સમક્ષ રજૂ કરાશે. પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *