આપણો ભારત દેશ સદીઓ પહેલા સંસ્કારી સમાજ ધરાવતો,શિસ્ટાચારી ઈમાનદારી, સત્વિચારધારા ધરાવનારો દેશ ઓળખાતો હતો, આ દેશમાં સોનાની ચકલીઓ હતી ઘીદુધ ની નદીઓ વહેંતી હતી, તેથી આપણા ભારત દેશ “સોને કી ચીડિયા”ના નામથી ઓળખાતો હતો. પણ લોકોના જીવનની રહેણી કરેણી એટલી વિશેષ હતી કે જેની વાત ત જ અલગ હતી, સ્ત્રીપુરૂષ વચ્ચે ખુબજ મર્યાદાઓ હતી આપણા દેશ ના લોકો દેશ છોડી કયાંય જતા નહી પણ દેશપરદેશ ના લોકો સારા સંસ્કાર મેળવવા આ ભારત પવીત્ર ભુમી પર આવતા હતા.તેઓ સારા સંસ્કાર મેળવી ને પોતાના વતમાં તેનો પ્રચાર પ્રસાર કરતા, જેની કોઈ વિદેશીઓને ગમ્યું નહી પછી તેઓએે વગર ધારના હથીયાર એટલે કે વ્યસનનો ઉપયોગ કરીને આખી ભુમીના સારા સંસ્કારી લોકોની ખોટ ઉભી કરી દીધી છે. તો તેથી જ આ આજના યુગ માં વધતી પ્રગતિની સાથે સાથે વ્યસનનીઓ ની પ્રગતિ વધારે થતી હોય તેમ જણાઈ રહયુ છે, જેમાં સર્વત્ર વ્યસન કરનારાઓ બરબાદ થતા જણાઈ રહયા છે.
ભારતના સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખવા ગુજરતના બે યુવા વૃદ્ધ વીરોએ આજના યુવાનોને ખાસ સંદેશ આપવા માટે સાયકલ યાત્રા કરીને વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો. ૬૨ વર્ષીય નિવૃત બેંક કર્મચારી અને હાલ બરોડામાં રહેતા મયંક ભાઈ વૈધ અને અમદાવાદમાં રહેતા ૬૩ વર્ષીય રમેશભાઈ મારડિયાએ આજના યુવાનોને વ્યસન મુક્તિનો સંદેશ આપવા માટે ગત ૧૨ તારીખે સવારે ૭ વાગ્યાથી વડોદરાથી સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી. આ બંને નિવૃત બેંક કર્મીઓ વડોદરા થી લઇ જુનાગાઢ સુધી ૪૦૦ કી.મીની સાયકલ યાત્રા કરી ૪ દિવસ બાદ તેઓ જુનાગઢના મજેવડી દરવાજે પહોચ્યા હતા. મયંકભાઈ વૈધ અને રમેશભાઈ મારડિયાએ યુવાનોને સંદેશ આપ્યો હતો કે વ્યસન મુક્ત રહો તો ૬૦ વર્ષ પછી પણ ૪૦૦ કી.મી.નું સાયકલીંગ કરી શકાય છે. આ સાયકલ વીરોને વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. વ્યસન પાછળ ઘેલી બનેલી આજની યુવા પેઢી આ બંને વૃદ્ધોના સાહસથી પ્રેરણા લઇ વ્યસન મુક્ત બને અને પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરો. ઘણા યુવાનોનું માનવું છે કે વ્યસન કરવાથી શક્તિ આવે જોશ વધે પણ યુવાનોની આ વિચારશક્તિ સાવ ખોટ્ટી છે કોઈ વ્યક્તિ વ્યસન કરી નશામાં મશ્ગુલ હોય ત્યારે જે શક્તિ ઉત્પન્ન થાય છે જે નકલી શકિત હોય છે. જેનાથી માનવી નશા પહેલાં જેવો જોશ માં હતો તેનાથી વધારે અશકત બની જતો હોય છે.આમ નશા કરવાની કંઈ શક્તિ વધતી નથી તેનાથી વધું નિર્બળ બની જતો હોય છે.
વ્યસન એક એવી વસ્તુ છે કે જેનાથી દરેક બુદ્વીશાળી માનવી ફસાઈ જતો હોય છે આ માટે જરા લાંબુ વિચારવામાં આવે તો કોઈ આંચ આવે એમ નથી, પણ લોકો જાણી જોઈને પોતાનુ મહામુલ્યવાન જીવન ટુંકાવી રહયા હોય એમ જણાઈ રહયુ છે.
આજની યુવા પેઢીને વિશ્વાસમાચાર તરફથી અપીલ કરવામાં આવે છે કે, તેઓ વ્યસન મુક્ત રહે અને આજથી જ એક મનથી નકકી કરો અને વ્યસન મુકત બનવાનો સંકલ્પ લો, હજી તમારી પાસે મહાન તક છે, પછી મોકો નહી મળે,જો તમે જે વ્યસન છોડસો એમાં અમને ફાયદો જરાય પણ નહી થાય પણ તમોને અને તમારા મુલ્યવાન પરીવારને ફાયદો થશે તો તમો તમારા પરીવારના હિતાર્થે ચોકકસ વ્યસન મુકત બનો એવી આપ સૌને અપીલ છે.