“શાદાબ થૈયમ” તમે આ નામ કદાચ પહેલીવાર સાંભળ્યું હશે. પણ આ નામ નજીકના ભવિષ્યમાં મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝમાં ધૂમ મચાવી શકે છે. રાજસ્થાનના જાલોરમાં ૧૯૯૫માં જન્મેલા અને હાલ અમદાવાદમાં રેહતા શાદાબ થૈયમને મ્યુઝીક અને સિંગિંગનો ખુબજ શોખ છે. તેમણે મીકેનીકલ એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે તે ઉપરાંત તે એક ખુબજ સારા સિંગર અને કમ્પોઝર પણ છે. શાદાબ થૈયમ ની મ્યુઝીક પ્રત્યે ખુબજ લગાવ છે. તેમણે એન્જીનીયરનો અભ્યાસ કર્યા છતાં મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝમાંજ આગળ વધવાનું નક્કી કર્યું. શાદાબ થૈયમના પિતાને એગ્રીકલ્ચરનો વ્યવસાય છે તથા નાનો ભાઈ MBBSનું ભણે છે. તેમના પરિવારમાં કોઈને પણ મ્યુઝીક ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ ના હોવા છતાં શાદાબ થૈયમ નું મ્યુઝીક પ્રત્યેનો પ્રેમ અને લગાવ જોઈ તેમના પરિવારજનો તેમને સપોર્ટ કરતા અને તેમનો જુસ્સો વધારતા.
શાદાબ થૈયમએ શરૂઆતમાં સિંગિંગ અને કમ્પોઝર ક્ષેત્રે બહુજ મેહનત કરી અને એ વર્ષ ૨૦૧૮-૧૯માં એ.આર. રહેમાનના મ્યુઝીક સ્ટુડિયો (K.M. Music Conservatory) ચેન્નાઈ ખાતેથી સિંગિંગ અને મ્યુઝીક નો કોર્ષ કર્યા બાદ વર્ષ ૨૦૨૦માં તેમણે તેમના જીવનનું સૌ પ્રથમ “દુરીયાં” નામનું ગીત રીલીઝ કર્યું હતું. આ ગીતમાં તેમણે સિંગર અને કમ્પોઝર તરીકેનો રોલ ભજવ્યો હતો. આ ગીત ને સોશિયલ મીડિયામાં ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો.
નજીકના જ ભવિષ્યમાં શાદાબ થૈયમ સ્ટેજ શોની મોટી ઇવેન્ટ કરવા માંગે છે.તે ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સિંગર અને કમ્પોઝર તરીકે કામ કરવા માંગે છે. શાદાબ થૈયમએ આજના યુવાનો માટે કહ્યુ કે, “જે આપનું પેશન હોય તેનેજ ફોલો કરો, તમારા પેશન માટે રિસ્ક લેતા શીખો અને જીવનમાં હાર જીત તો થશે જ નિરાશ ન થશો. આજ જીવનના મંત્ર થી તમે સફળતાના શિખરે પહોચશો.”
તેમની મેહનત અને મ્યુઝીક ક્ષેત્રનું બહોળું જ્ઞાન એમને નજીકના ભવિષ્યમાં જરૂરથી સારી એવી સીધ્ધી અપાવશે. વિશ્વ સમાચાર આવા યુવાનો ને દેશનું નામ રોશન કરવામાં હર હમેશ સાથ આપે છે અને શાદાબ થૈયમ ને તેમની ભવિષ્યની સફળતાઓ માટે હાર્દિક શુભેચ્છા પાઠવે છે.