પેપર લીક કાંડ અંગે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ આજે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના ૬ નેતા સહિત ૫૦૦ના ટોળા સામે પોલીસે FIR દાખલ કરી છે. જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને શિવકુમાર , પ્રવીણ રામ, નિખિલ આદત અને હસમુખ પટેલ સામે FIR કરવામાં આવી છે. તેમજ આ તમામને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં પોલીસે આઇપીસીની કલમ ૪૫૨, ૩૪૧, ૩૨૩, ૧૪૩ અને બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાતમાં આજે પેપર લીક કાંડ અંગે રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ ખાતે આપ પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે કમલમમાં ધસી જઈને ધરણા પર બેસી ગયા. ધરણા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસ દોડી આવી હતી.
પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો.જેમાં AAPના કેટલાક નેતાઓ અને કાર્યકરો ઈજાગ્રસ્ત થયા છે.. પોલીસે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિત AAPના કાર્યકરોની અટકાયત કરી છે..AAPના નેતાઓ કેવી રીતે કમલમમાં ધસી આવ્યા તેના CCTV પણ સામે આવ્યા છે..તો બીજીતરફ ભાજપની મહિલા કાર્યકરોએ ઈસુદાન ગઢવી પર છેડતી અને નશામાં હોવાનો આરોપ લગાવ્યો છે.