આજે રાજ્યના 8686 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ

રાજ્યમાં આજે ૮૬૮૬ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 1.47 લાખ ઉમેદવારોનુ ભાવિ મતપેટીમાં કેદ છે ત્યારે બેલેટ પેપરથી ચૂંટણી યોજાઇ હોવાથી મોડી સાંજ સુધીમાં  પંચાયતોનુ પરિણામ જાહેર થશે. ચૂંટણી પરિણામોને લીધે ગ્રામિણ મતદારો ઉત્સાહિત છે.

રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 73.75 ટકા મતદાન નોધાયુ હતું. ડાગમાં સૌથી વધુ 82.47 ટકા મતદાન થયુ હતુ જયારે સૌથી ઓછુ મતદાન ભાવનગરમાં 68.56 ટકા નોધાયુ હતુ.

ગુજરાતમાં 8686 ગ્રામ પંચાયતોની ચૂંટણી પરિણામ જાહેર થવાનુ છે ત્યારે 344 કેન્દ્રો પર 1711 હોલમાં મત ગણતરીની વ્યવસૃથા કરવામાં આવી છે. મતગણતરી માટે 4519 ટેબલ મૂકાયા છે. મતગણતરી માટે 19916 કર્મચારીઓની મદદ લેવામાં આવી છે.

મતગણતરી કેન્દ્રની આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 14291 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. કોરોનાને લીધે ચકાસણી કર્યા બાદ જ મત ગણતરી કેન્દ્રમાં પ્રવેશ અપાશે જેથી મતગણતરી કેન્દ્રો પર 2576 આરોગ્ય કર્મચારીઓને પણ મૂકવામાં આવ્યા છે.

પંચાયતોની ચૂંટણી પરિણામ રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ પરથી પણ જાણી શકાશે. 1.47 લાખ ઉમેદવારોનું ભાવિ મંગળવારે નક્કી થશે. વિધાનસભાની ચૂંટણી પહેલાંનું ટ્રેલર હોઇ ભાજપ અને કોંગ્રેસ માટે પણ પંચાયતોના પરિણામો મહત્વપૂર્ણ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *