ભારતમાં ઓમીક્રોનના કેસોમાં સતત વધારો થતા દેશના નાગરિકોની ચિંતામાં મુકાઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ ૨૦૨ કેસ નોંધાયા છે.રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાયા ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે. આ બંને રાજ્યોમાં ઓમિક્રોનના ૫૪-૫૪ કેસ નોંધાયા છે. ઉપરાંત ઓડિશામાં ૨ નવા સંક્રમિત મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૫,૩૫૬ કેસ છે. જ્યારે ઓમિક્રોનના ૭૭ દર્દીઓ સાજા થયા છે.
ઓમિક્રોનનું સંક્રમણ દેશ ભરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, તે ઉપરાંત રાહતની વાત એ છે કે ઓમીક્રોનથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ૫૪ દર્દીઓમાંથી ૩૧ દર્દી સાજા થયા છે. ઉપરાંત દિલ્હીમાં અત્યાર સુધીમાં ૨૮ દર્દી મળ્યા છે, જેમાંથી ૧૨ દર્દીને રજા આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં આરોગ્ય વિભાગના નિવેદન અનુસાર, સોમવારે ઓમિક્રોનનો નવો એકપણ કેસ નોંધાયો નથી.ઉલ્લેખનીયછે કે, મુંબઈ ઓમિક્રોનથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં ૨૨ કેસ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ૧ ડિસેમ્બરથી રાજ્યના એરપોર્ટ પર ૧,૩૬,૪૦૦ મુસાફરો વિદેશથી આવ્યા હતા, જેમાંથી ૨૦,૧૦૫ ઓમીક્રોનનું જોખમ ધરાવતા દેશોથી આવ્યા છે.