વાંચો રેશ્મા સોલંકીનો સ્ફોટક પત્ર માત્ર “વિશ્વ સમાચાર” પર: “મારા પતિ પોતાના પોલિટિકલ સ્ટેટ્સનો દુરુપયોગ કરીને કોગ્રેસ પાર્ટીને ખત્મ કરી રહ્યા છે”

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનાં પત્નિ રેશ્મા સોલંકીએ એક સ્ફોટક પત્ર સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા,સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં રેશ્મા સોલંકીએ જણાવ્યું હતું કે ભરતસિંહને મુખ્યમંત્રીના ફેસ તરીકે જાહેર થવું છે, તેને જાહેર નહીં કરો તો કોઇને મુખ્યમંત્રી બનવા દેશે નહીં, તેઓ નરેન્દ્ર મોદી સાથે મળેલા છે અને કોંગ્રેસને જાણીજોઇને સત્તામાં લાવતા રોકી રહ્યા છે. રેશ્મા સોલંકીએ પોતે અસહાય છે અને સત્યને સાથ આપીને કોંગ્રેસ ગરિમા બનાવે એવી આશા પત્રમાં વ્યકત કરી છે.

સર, મારા પતિ પોતાના પોલિટિકલ સ્ટેટ્સનો દુરુપયોગ કરીને કોગ્રેસ પાર્ટીને ખત્મ કરી રહ્યા છે અને ગુજરાતના લોકોમાં જાણી જોઇને ખોટો મેસેજ મોકલીને કોગ્રેસને સત્તામાં આવતી રોકી રહ્યા છે. તેમની બૌદ્ધિક સ્માર્ટનેસ છે, ખૂબ સારુ બોલશે કારણ તે તમને કોઇ ખ્યાલ આવે નહીં પરંતુ પડદા પાછળ ખૂબ ખોટુ કરતા રહેશે જેથી કોગ્રેસ આગળ જ ના વધી શકે. તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચહેરો બનવું છે. જો એમ નહી કરવામા આવે તો તેઓ પોતાના જીવિત રહેતા કોઇને પણ મુખ્યમંત્રી બનવા દેશે નહીં. આ માટે તેઓની મોદી સાથે પણ મિલિભગત છે.

રેશ્મા સોલંકીએ કહ્યું કે તેમણે જે જે મહિલાઓ સાથે અનૈતિક સંબંધો રાખ્યા એ મહિલાઓને જ ટિકિટ અપાવી છે અને સારી મહિલાઓને આગળ આવતા સતત રોકી છે. આ મહિલાઓ સાથે મેસેજ પર વાત સતત ચાલુ રહે છે. તેઓ વારંવાર બોલે છે કે ઉંમર મોટી હોય તો શું થયું? મારું મન તો હજુ નાનું જ રહી ગયું છે. રઘુજી તેમના શારિરીક સંબંધો 22 વર્ષની છોકરીઓથી લઇને તેમની ઉંમરની મહિલાઓ સાથે આજે પણ છે. તેમની સૌથી વધુ વિચારવાની અને કામ કરવાની કેપેસિટી આમાં જ ખર્ચ થઇ જાય છે. તે કોગ્રેસ પાર્ટીનું કામ હોવાનું બહાનું કાઢીને નીકળી જાય છે અને કોગ્રેસની તેમની ટીમમાં કેટલાક ચમચાઓ, પદ લેવા માટે તેમના કહ્યા અનુસાર તેમની તમામ ડિમાન્ડ પૂર્ણ કરે છે. તેમની એક મહિલા સાથેની સીડી અગાઉ પણ આવી ચૂકી છે, જેની ભારે કિંમત પાર્ટી ભોગવી ચૂકી છે. આ વાતની સાબિતી તમે કોઇ પણ સિનિયર નેતા સાથે કરી શકો છો. તેમનું વલણ કોગ્રેસના કાર્યકરની સાથે હંમેશાથી એક લિડરથી વિપરીત રહ્યું છે.

તેમની વય 67 વર્ષની છે, મારાથી 23 વર્ષ મોટા છે છતાં મને ઘરેથી કાઢી મૂકી હતી. મેં તેમને અ્નેક વખત સમજાવ્યા, પણ તેઓ સમજતા નથી. રેશ્માએ કોંગ્રેસ મોવડીમંડળને વિનંતી કરી છે કે ભરતસિંહને કોંગ્રેસમાંથી મુક્ત કરીને ઘરે પાછા મોકલે, જેથી તેમની સાન ઠેકાણે આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *