પ્રધાનમંત્રી મોદી આજે કોરોનાને લઇને કરશે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

ઓમિક્રોનની દેશમાં ધીમે વધતી જતી ગતિએ ચિંતા વધારી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના સંક્રમણ રોકવા તમામ ઉપાયો અપનાવવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં ઓમિક્રોનના 200 થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 104 લોકો ઓમિક્રોનથી સ્વસ્થ થઇ ચૂક્યા છે.

દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 125 કેસ નોંધાયા હતા. દિલ્હી આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીએ નવા કોવિડ વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કેસને પગલે રાજધાની દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષ સમારોહ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઓથોરિટીએ ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન કોઈ પ્રકારનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ન કરવા તમામ જીલ્લા મેજીસ્ટ્રેટને જણાવ્યું છે.

પશ્ચિમ બંગાળ સરકારે પણ આંતરરાષ્ટ્રીય યાત્રીઓ અંગે ગાઇડલાઈન રજુ કરી છે એરપોર્ટ પર તપાસ કર્યા બાદ જે યાત્રીઓમાં ઓમીક્રોનના લક્ષણ મળી આવશે તેમને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં રખાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોરોનાને લઇને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. દેશમાં ઓમિક્રોન વાયરસથી સંક્રમિત કેસનો આંકડો  213 પર પહોંચ્યો છે. રાહતની વાત એ છે કે 236 કેસમાંથી 104 દર્દી સાજા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *