વિશ્વના પ્રથમ મોબાઇલ મેસેજની હરાજી ; ૯૧.૧૫ લાખ ઉપજયા

૧૯૯૨માં ડિજીટલ દુનિયાના પ્રથમ મોબાઇલ મેસેજના ઓકશનમાં ૯૧.૧૫ લાખ ઉપજયા

ટેકસ્ટ મેસેજના સ્થાને સ્માર્ટફોનના જમાનામાં વીડિયો મેસેજ પણ થવા લાગ્યા છે પરંતુ મોબાઇલની શરુઆત થઇ ત્યારે ટેકસ મેસેજ કોમ્યૂનિકેશનમાં મોટી ક્રાંતિ આણી હતી. મોબાઇલ પર પ્રથમ ટેકસ મેસેજ ૧૯૯૨માં મોકલવામાં આવ્યો હતો. પેરિસના એગટ્સ નામના હરાજી ફર્મ દ્વારા થયેલા આ દુનિયાના આ પ્રથમ ટેકસ મેસેજના ૧૨૧૬૦૦ ડોલર એટલે કે ૯૧.૧૫ લાખ રુપિયા મળ્યા હતા. આ પ્રથમ એસએમએસ ખરીદનારા અજાણ્યા માણસે પોતાનું નામ જાહેર કર્યુ ન હતું. એસએમએસનું ઓકશન એનએફટી એટલે  નોન ફંજીબલ ટોકન સ્વરુપે થઇ હતી. આથી એસએમએસને એનએફટીમાં ફેરવી નાખ્યો હતો.

પ્રથમ એસએમએસ વોડાફોનના કર્મચારી રિચર્ડ જાર્વિસે મેરી ક્રિસમસના અભિનંદન સ્વરુપે મોકલ્યો હતો. આ એક ૧૫ કેરેકટરનો મેસેજ હતો પ્રોગ્રામર નીવ પાપવર્થે  પોતાના સાથીદાર જાર્વિસને કંપનીની ક્રિસમસ પાર્ટી દરમિયાન શેર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એસએમએસની ખરીદી કરનાર વ્યકિત ડિજીટલ કરન્સી એથરમાં રોકાણ કરશે જે બિટ કોઇન પછીની બીજા ક્રમની ક્રિપ્ટો કરન્સી છે. ડિજીટલ દુનિયાના પ્રથમ એસએમએસ દ્વારા પ્રાપ્ત રકમને મોબાઇલ કંપની યુએનની શરણાર્થી એજન્સી (યૂએનએચસીઆર)ને દાનમાં આપશે. આ પહેલા  વિશ્વ પ્રસિધ્ધ ઓકશન હાઉસે એક ડિજીટસ આર્ટપીસને વેચાણ કર્યુ હતું. બ્રિટીશ નીલામી ઘરે સંપૂર્ણ રીતે ડિજીટલ તસ્વીરોના એક કોલાજ બીપલને રેકોર્ડ તોડ ૬.૯ કરોડ ડૉલરમાં વેચ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *