અમદાવાદમાં બે દિવસમાં હવાનું પ્રદૂષણ અત્યંત ખરાબ

અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરનું AQI 259 પર પહોંચવું એ હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું એવું દર્શાવી રહ્યું છે.

અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા અનેક વિસ્તારો એવા છે, જ્યાંની હવામાં પણ પ્રદૂષણ નુ સ્તર ઉચ્ચતમ લેવલે દેખાયુ છે. જે બતાવે છે કે અમદાવાદમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે.

પ્રદૂષણનું અત્યંત ખરાબ સ્તર
નવરંગપુરા, પીરાણા, બોપલ, એરપોર્ટ ખાતે AQI 300 ને પાર છે, જે હવામાં પ્રદૂષણનું પ્રમાણ અત્યંત ખરાબ સ્થિતિમાં દર્શાવે છે. નવરંગપુરનું AQI 350, પીરાણાનું AQI 313, બોપલનું AQI 302, એરપોર્ટનું AQI 300 એ પહોંચ્યું

પ્રદૂષણનુ ખરાબ સ્તર
રાઈખડનું AQI 256, સેટેલાઈટનું AQI 239, ચાંદખેડાનું AQI 228, લેખવાડાનું AQI 218 પર પહોંચ્યું, 200 પર AQI હોવું એ હવામાં પ્રદૂષણનું ખરાબ સ્થિતિ માનવામાં આવે છે.

પ્રદૂષણનું ઓછું સ્તર 
ગિફ્ટ સીટીનું AQI 159 છે, જ્યારે રખિયાલનું AQI માત્ર 64 પર છે.

ઠંડી વધ્યા બાદ હવામાં પ્રદૂષણના પ્રમાણમાં પણ સતત ‌વધારો થઈ રહ્યો છે. શહેરમાં ચાલતાં મેટ્રો સહિતના કન્સ્ટ્રક્શનને લીધે હવાનું પ્રદૂષણ વધ્યું છે. શિયાળામાં ધૂળના રજકણ હવામાં જલ્દી નીચે બેસે છે. આ ઉપરાંત વાહનોનો ઝેરી ધુમાડો પણ હવામાં ભળે છે. આ બંને પરિબળથી વહેલી સવારે વિઝિબિલિટી ઘટવા સાથે હવાનું પ્રદૂષણ વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *