અમદાવાદમાં 125 ખાનગી હોસ્પિટલ્સમાં કેશલેશ સુવિધા થશે બંધ ; જો આપે સરકારી વીમા કંપની ની પોલિસી લીધી છે તો આ સમાચાર આપના માટે મહત્વના છે

જો આપે ધી ન્યુ ઇન્ડિયા એસયોરન્સ, ધી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ, નૅશનલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા પોલિસી લીધી છે તો આ સમાચાર આપના માટે મહત્વના છે. કારણ કે, આગામી 15 જાન્યુઆરી 2022થી 125 જેટલી ખાનગી હોસ્પિટલ કેશ લેશ સુવિધા બંધ કરી રહી છે. જેના કારણે ઘણા દર્દીઓને મુશ્કેલીઓ સર્જાશે તે નક્કી છે.

આ સરકારી વીમા કંપનીઓ અને ખાનગી હોસ્પિટલસ એસોસિએશન આમને સામને આવ્યા છે. સરકારી વીમા કંપનીઓના એગ્રીમેન્ટ રિન્યુઅલ કરવામાં ધંધિયા કરતી હોવાનો તેમજ કંપનીઓ દ્વારા કલેમના નાણાં સમયસર ચુકવવામાં નહિ આવતા હોવાનો આક્ષેપ અમદાવાદ હોસ્પિટલસ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન(AHNA) દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે અમદાવાદ હોસ્પિટલસ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડો.ભરત ગઢવીએ જણાવ્યું કે, સરકારી વીમા કંપનીઓનો અણધડ વહીવટ આ તમામ સમસ્યા માટે મુખ્ય કારણ ભૂત છે. કંપનીઓ દ્વારા કલેમના નાણાં સમયસર ચુકવવામાં નહિ આવતા ઇન્સ્યોરન્સ લીધેલા દર્દીઓને 8થી 10 કલાક ડિસ્ચાર્જમાં રાહ જોવી પડે છે. સરકારી વીમા કંપનીઓએ છેલ્લા 5 વર્ષથી ચાર્જનું રિવિઝન કરેલ નથી. જેની સામે વીમા કંપનીઓએ પાંચ વર્ષમાં કંપનીઓના પ્રીમિયમ બે થી ત્રણ ગણા વધી ગયા છે. સરકારી વીમા કંપનીઓ દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એડમિનિટ્રેટરએ દર્દીઓ અને હોસ્પિટલમાં ઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, છેલ્લા બે વર્ષથી અમદાવાદ હોસ્પિટલસ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા વીમા કાંપનીઓને રજુઆત કરવામાં આવે છે. પણ આ રજુઆત કંપનીઓએ કાને ધરી નથી. જેના કારણે 15 જાન્યુઆરીથી  સરકારી વીમા કંપનીઓના વીમા ધારકો માટે કેશ લેશ સુવિધા બંધ કરાશે. 125થી વધુ ખાનગી હોસ્પિટલમાં કેસલેસ સુવિધા બંધ થશે.  80% વીમાધારક દર્દીઓને સરકારી વીમા કંપનીઓના મેડીકલ ઇન્સ્યોરન્સ લીધા હોઈ તેઓને તકલીફ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *