સમગ્ર રાજ્યમાં આજથી આગામી 31મી ડિસેમ્બર સુધી “સુશાસન સપ્તાહ”ની થશે ભવ્ય ઉજવણી

દર વર્ષે દેશભરમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરને સુશાસન દિવસ (ગુડ ગવર્નેન્સ ડે) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં 25 મી ડિસેમ્બરથી 31 મી ડિસેમ્બર સુધી સુશાસન સપ્તા્હની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ અઠવાડિયા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે માટે આ સપ્તાહના દરેક દિવસે સરકારના સંબધિત વિભાગોને તેમના વિભાગની યોજનાઓનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ સપ્તાહ દરમિયાન રાજ્યના મંત્રીઓ, આગેવાનો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ જિલ્લાઓમાં રાજ્ય કક્ષાના, જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરી, સરકારના તમામ વિભાગો દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત સાઇક્લોથોન વગેરેના આયોજન થકી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન કોરોના મહામારીને ધ્યાને લઇ વેક્સિનેશનનો વ્યાપ પણ વધારવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *