જીન્સ પહેરનારી, મોબાઈલ રાખનાર છોકરીઓ મોદીને પસંદ નથી કરતી, સાવરકરે લખ્યુ છે ગૌમાંસ ખાવામાં વાંધો નથી : દિગ્વિજયસિહનુ વિવાદાસ્પદ નિવેદન

મધ્યપ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે શનિવારે જન જાગરણ અભિયાન દરમિયાન દિગ્વિજય સિંહે કોંગ્રેસના કાર્યકરો ને સંબોધિત કરતા કહ્યુ કે, જીન્સ પહેરનારી અને મોબાઈલ ફોન રાખનારી છોકરીઓ મોદીથી પ્રભાવિત નથી થતી, માત્ર 40 થી 50 વર્ષની મહિલાઓ જ મોદીથી પ્રભાવિત છે. સાથે જ તેમણે કહ્યું કે જો 2024માં મોદી ફરી જીતે છે, તો પહેલા ભારતીય બંધારણ બદલાશે. આરક્ષણ ખતમ થઈ જશે, તમને જે મળતું હશે તે ખતમ થઈ જશે. કારણ કે તેઓ રશિયા અને ચીનના મોડલને અનુસરે છે.

જણાવી દઈએ કે જ્યારે દિગ્વિજય સિંહ ભોપાલ માં જન જાગરણ અભિયાન હેઠળ કાર્યકર્તાઓને તાલીમ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે સાવરકર ના પુસ્તકમાં લખ્યું છે કે હિંદુ ધર્મને હિંદુત્વ સાથે કોઈ સંબંધ નથી. એટલું જ નહીં, સાવરકરના પુસ્તકમાં લખેલું છે કે ગાય આપણી માતા બની શકે નહીં, જે ગાય પોતાના મળમાં ઘૂમે છે તે કેવી રીતે માતા બની શકે. સાથે જ લખ્યું છે કે માંસ ખાવામાં કોઈ નુકસાન નથી. આ વાત ખુદ સાવરકરે કહી છે, જેઓ આજે આરએસએસ અને બીજેપીના વિશેષ વિચારક છે.

MPમાં બજરંગ દળના સૌથી વધુ ગુંડાઓ છે- દિગ્વિજય સિંહ

નોંધનીય છે કે દિગ્વિજય સિંહે પણ એમપીની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “મધ્યપ્રદેશમાં બજરંગ દળના સૌથી વધુ ગુંડાઓ છે. તેણે પોલીસ પર તેને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે NSUI વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી છે. હત્યા કરનારને તમે નોકરી આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ બજરંગ દળના લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મોદી સરકાર છે. તેમણે કહ્યું કે શિવરાજ મામુ પાસે રેત માફિયા ગેંગ છે, હવે તેમની સામે લડાઈ લડવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *