જામનગરના ધ્રોલ ખાતે શૌર્ય કથા સપ્તાહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ મુખ્યમંત્રીએ ઐતિહાસિક ભૂચર મોરીના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી તેમજ ભૂચર મોરીના શહીદોને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. ઉપરાંત આશરા ધર્મનો ઉજળો ઇતિહાસ પુસ્તકનું પણ મુખ્યમંત્રી હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ રાજપૂત સમાજના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભૂચર મોરીનું યુદ્ધ ધ્રોલ યુદ્ધ તરીકે પણ જાણીતું છે. આ યુદ્ધ જામનગર સ્ટેટના રાજવી જામસતાજી અને મુઘલ રાજા અકબરના સૈન્ય વચ્ચે લડાયું હતું.