ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકકાંડ મુદ્દે વધુ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સંજય પટેલની પણ ધાનેરાથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ પ્રાંતિજ અને ઇડર તાલુકામાંથી કરવામાં આવી છે. આ આરોપીઓમાં સંજય પટેલ સાથે અક્ષય પટેલ, વિપુલ પટેલ, પ્રકાશભાઈ પટેલ, ધીમેન પટેલની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં ૨૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પકડાયેલા આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં સાંજે 5 આરોપીઓને રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે.