દેશમાં ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષ સુધીનાં બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. એના માટે ૧ જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
વેક્સિનના રજિસ્ટ્રેશનની પ્રોસેસ
1. સૌથી પહેલા કોવિન એપ પર જાઓ. પોતાનો મોબાઈલ નંબર નાખો. OTP આવશે એને નાખીને લોગ-ઈન કરો.
2. હવે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, NPR સ્માર્ટ કાર્ડ, વોટર કાર્ડ, યુનિક ડિસએબિલિટી ID કે રેશન કાર્ડમાંથી એકને આઈડી પ્રૂફ તરીકે પસંદ કરો.
3. પોતે પસંદ કરેલા IDનો નંબર, નામ નાખો. એ પછી જેન્ડર અને ડેટ ઓફ બર્થ પસંદ કરો.
4. મેમ્બર એડ થયા પછી તમારા નજીકના એરિયાનો પિન કોર્ડ નાખો. વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ આવી જશે.
5. હવે વેક્સિનેશનની ડેટ, ટાઈમ અને વેક્સિનને સિલેક્ટ કરો. સેન્ટર પર જઈને વેક્સિનેશન કરાવો.
6. વેક્સિનેશન સેન્ટર પર તમારે રેફરન્સ ID અને સિક્રેટ કોડની માહિતી આપવી પડશે, જે તમને રજિસ્ટ્રેશન કરવા પર મળે છે.
7. આ રીતે તમે પોતાના લોગ-ઈનથી બીજા મેમ્બરને જોડીને તેમનું વેક્સિનેશન રજિસ્ટ્રેશન કરી શકો છે.
દેશમાં હાલ 15થી 18 વર્ષનાં બાળકોને જ કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે. એનાથી નાની ઉંમરનાં બાળકોના વેક્સિનેશન પર સરકારે હજી નિર્ણય કર્યો નથી. ડ્રગ્સ કન્ટ્રોલરે ભારત બાયોટેકની કોવેક્સિનને 12થી 18 વર્ષની ઉંમરનાં બાળકો પર ઈમર્જન્સી ઉપયોગની ભલે મંજૂરી આપી દીધી છે, પરંતુ સરકારે હાલ 15થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.