કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાળકો, હેલ્થ કેયર વર્કર, ફ્રંટલાઈન વર્કર અને 60 વર્ષથી વધુ વયના લોકો માટે કોવિડ વેક્સિનેશન અને બુસ્ટર ડોઝ અંગે દિશાનિર્દેશો જાહેર કર્યા.
15થી 18 વર્ષ સુધીના બાળકોનું 3 જાન્યુઆરીથી રસીકરણ કરવામાં આવશે. કોવિન પોર્ટલ પર પહેલી જાનયુઆરીથી નોંધણી શરૂ થશે. તો હેલ્થ કેયર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને 60 વર્ષથી વધુ વયના લોકોને 10 જાન્યુઆરીથી કોવિડ-19 રોધક રસીના બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
આ તમામ લોકોએ બીજો ડોઝ લીધાના 9 મહિના બાદ પ્રિકોશન ડોઝ લગાવવામાં આવશે તો 60 વર્ષથી વધુ વયના લોકોને તબીબોની સલાહ અનુસાર રસી આપવામાં આવશે.
સરકારી હેલ્થ સેન્ટર પર ફ્રીમાં રસીકરણ કરવામાં આવશે. જે લોકો ખાનગી હૉસ્પિટલમાં રસી લેવા ઈચ્છે છે તેઓએ નાણાં ચૂકવવા પડશે.