ગુજરાતમાં કોરોના ના છેલ્લા ૨૪ કલાકમાં ૩૯૪ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૧નું મૃત્યુ થયું છે. સોમવારે રાજ્યમાં કોરોનાના ૨૦૨ નવા કેસ નોંધાયા હતા. આમ, એક જ દિવસમાં કોરોનાના કેસમાં ૯૫%નો વધારો નોંધાયો છે. રાજ્યમાં ૧૫ જૂન બાદ નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ દૈનિક કેસ છે. રાજ્યમાં હાલ ૧૪૬૨ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬ દર્દી વેન્ટિલેટર પર છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૧૭૮-ગ્રામ્યમાંથી ૪ સાથે ૧૮૨ નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સોમવારની સરખામણીએ કોરોનાના કેસમાં ૮૨%નો વધારો થયો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧ મૃત્યુ ખેડામાં થયું હતું. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૧૧૫ થઇ ગયો છે.એક સપ્તાહમાં જ એક્ટિવ કેસમાં લગભગ અઢી ગણો વધારો નોંધાયો છે. અમદાવાદમાં એક્ટિવ કેસનો આંક હવે ૫૫૦ને પાર થઇ ગયો છે. હાલ અમદાવાદમાં કુલ ૫૬૩ દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૯ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૮,૪૨૨ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૬૧% છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨,૨૨,૦૮૬ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશનનો આંક હવે ૮.૮૮ કરોડ થયો છે.
ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના ૨૮ દિવસમાં કોરોનાના કુલ કેસનો આંક ૨૪૮૨ થયો છે જ્યારે કોરોનાથી ૨૩ વ્યક્તિના મૃત્યુ થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં કયા જિલ્લામાં કોરોનાના વધુ કેસ?
જિલ્લો નવા કેસ એક્ટિવ કેસ
અમદાવાદ ૧૮૨ ૫૬૩
સુરત ૬૧ ૨૦૭
રાજકોટ ૩૭ ૧૮૪
વડોદરા ૩૫ ૧૪૯
ગાંધીનગર ૧૦ ૩૧
નવસારી ૧૦ ૩૧
ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં કોરોનાના કેસ
તારીખ કેસ એક્ટિવ કેસ
૧૯ ડિસે. ૫૧ ૫૭૧
૨૦ ડિસે. ૭૦ ૫૭૭
૨૧ ડિસે. ૮૭ ૫૮૯
૨૨ ડિસે. ૯૧ ૬૩૭
૨૩ ડિસે. ૧૧૧ ૬૬૮
૨૪ ડિસે. ૯૮ ૬૯૪
૨૫ ડિસે. ૧૭૯ ૮૩૭
૨૬ ડિસે. ૧૭૭ ૬૪૮
૨૭ ડિસે. ૨૦૪ ૧,૦૮૬
૨૮ ડિસે. ૩૯૪ ૧૪૨૦
કુલ ૧,૪૬૨ —