ગુજરાતમાં પહેલીવાર ૩૨ માળના બિલ્ડિંગને મંજૂરી મળી

ગુજરાત સરકારે ગુજરાતના પ્રથમ ૩૨ માળના બીલડીંગને મંજૂરી આપી છે. ગુજરાતના “ટોલ બીલડીંગ પોલિસી” હેઠળ આ પ્રકારની પ્રથમ મંજૂરી આપવામાં આવી છે. ૩૨ માળ એટલે કે ૧૧૨ મીટરની ઉંચાઈ ધરાવતું આ બિલ્ડિંગ અમદાવાદમાં આકાર પામશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બિલ્ડિંગના પ્લાન પાસ કરીને ટોલ બિલ્ડિંગ પોલિસી માટે નિયુક્ત કરાયેલી ટેક્નિકલ કમિટીને મોકલી આપવામાં આવ્યા હતા. જેના દ્વારા સઘન અભ્યાસ બાદ તેને મંજૂરી આપવામાં આવી હતી. ટીપી ૪૦ સોલા હેબતપુર ભાડજમાં ૬ નંબરના ફાઇનલ પ્લોટમાં આ મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ રેસિડેન્ટ ટાવરનું બાંધકામ કરવામાં આવશે. જેમાં દરેક માળની સરેરાશ ઉંચાઈ સાડા અગિયાર ફૂટની રહેશે.

ગુજરાતમાં ટોલ બિલ્ડિંગ પોલિસી મેં ૨૦૨૧થી અમલમાં આવી હતી. ત્યારબાદ પ્રથમ આ રેસિડેન્ટ બિલ્ડિંગને મંજુરી આપવામાં આવી છે. જેમાં ત્રણ માળ સુધી અન્ડર ગ્રાઉન્ડ ભોંયરાની પાર્કિંગ માટેની સુવિધાઓ ઉભી કરવાની જોગવાઈ માટે પણ મંજૂરી અપાઈ છે.મંજુરી મળેલા આ બિલ્ડિંગમાં એ, બી અને સી એમ ત્રણ ટાવર રહેશે જેમાં દરેકમાં ૧૧૬ અને કુલ મળીને ૩૪૮ ફ્લેટનું બાંધકામ થઈ શકશે.

જે આગામી ચાર વર્ષમાં પૂર્ણ થશે. ગુજરાતમાં અગાઉ સૌપ્રથમ ૨૨ માળના બિલ્ડિંગ તરીકે લગભગ ૪૦ વર્ષ પૂર્વે અમદાવાદમાં પતંગ હોટલને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદમાં છેલ્લા ૫ વર્ષમાં ૨૨ માળના બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *