જમ્મુ કાશ્મીરમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ૧૧ આતંકવાદીઓ ઠાર માર્યા ગયા છે.આ તમામ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી ૪ આતંકીની ઓળખ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, ૬ આતંકવાદીઓમાંથી ૨ પાકિસ્તાની અને ૨ મકામી હતા. ૨ અન્ય આતંકવાદીઓની ઓળખ કરવામાં કવાયત હાથ ધરવામાં આવી છે. અનંતનાગ ઓપરેશનમાં એક જવાન શહીદ થયો હતો, ઉપરાંત જમ્મુ કાશ્મીર પોલીસના બે કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા હતા.
જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, પ્રથમ એન્કાઉન્ટર અનંતનાગના નૌગામમાં કરવામાં આવ્યું હતું જેમાં એક પાકિસ્તાની આતંકવાદી સહિત ૩ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. IGP કાશ્મીરે કહ્યું કે હાલમાં કાશ્મીરમાં ૨૦૦થી ઓછા આતંકીઓ સક્રિય છે. તેમાંથી ૮૬ આતંકવાદીઓ સ્થાનિક છે. તેમણે કહ્યું કે ખીણમાં છુપાયેલા વિદેશી આતંકવાદીઓને, છુપાયેલા સ્થળોમાંથી બહાર આવવાની ફરજ પડી છે, તેનું મુખ્ય કારણ સ્થાનિક લોકોએ તેમને મદદ કરવાનો ઇનકાર કર્યો છે.
સુરક્ષા દળો દ્વારા ગત ૨૪ કલાકમાં ૨ એન્કાઉન્ટરમાં ૬ આતંકવાદીઓને ઠાર કરાયા છે. સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ હતા, જેમાં તેમના પાકિસ્તાની નેતાનો પણ સમાવેશ થાય છે. એન્કાઉન્ટર અંગે IGP કાશ્મીરે કહ્યું હતું કે, આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના કુલગામ અને અનંતનાગ જિલ્લામાં થયું હતું, જેમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓ માંથી ૨ પાકિસ્તાની અને ૨ સ્થાનિક આતંકવાદીઓ તરીકે થઈ છે.
IGP કાશ્મીરે ગુરુવારે કાશ્મીરમાં આતંકવાદીઓની સ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કાશ્મીરમાંથી આતંકવાદી સંગઠનોમાં જોડાનારા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે સ્થાનિક યુવાનો હવે આતંકવાદી સંગઠનોમાં જોડાઈ રહ્યા નથી. તેમણે કહ્યું કે આ વર્ષે ૧૨૮ સ્થાનિક લોકો આતંકવાદી સંગઠનોમાં જોડાયા છે. જેમાંથી ૭૩ માર્યા ગયા અને માત્ર ૩૯ જ બચ્યા છે.