ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડા અને ઠંડી વધવાની આગાહી કરી છે.
ઉત્તર ભારતનાં કેટલાક રાજ્યોમાં આ સપ્તાહના અંત સુધી ઠંડીનું મોજું ફરી વળે તેવી શક્યતા દર્શાવી છે.
દેશનાં વાયવ્ય દિશામાં કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વરસાદ પડવાના કારણે લઘુત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રીથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.
પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 31 ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધી ઠંડી વધે તેવી શક્યતા છે.
આ ઉપરાંત પશ્ચિમી વિક્ષેપ થવાની પાંચમી જાન્યુઆરીએ શક્યતા છે. તેથી 5 અને 6 જાન્યુઆરીની આસપાસ વરસાદની શક્યતા છે.