ગુજરાતમાં અત્યારે હાથ ધરાયેલી પી.એસ.આઇ. અને કોન્સ્ટેબલની ભરતીમાં શારીરિક કસોટીની પ્રક્રિયા સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.
જેમાં અરજદોરની ફરિયાદ છે કે અગાઉની ભરતીમાં તેઓ યોગ્ય ઊંચાઇ ધરાવતા હવા તો અત્યારની ભરતીમાં ઓછી ઊંચાઇનું કારમ આપી તેમને કેવી રીતે અયોગ્ય ગણવામાં આવે છે.
હાઇકોર્ટે અરજદારોની ઊંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં માપવા નિર્દેશ કર્યો છે.
અરજદાર દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે શારીરિક કસોટીમાં ઓછોમાં ઓછી ૧૬૫ સેન્ટિમીટરની ઊંચાઇ પોલીસ ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવી છે અને અગાઉની ભરતીમાં પણ આટલી જ ઊંચાઇ માંગવામાં આવી હતી.
અરજદારો અગાઉની ભરતીમાં ઊંચાઇની કસોટીમાં પાસ થાય હતા અને તેમની ઊંચાઇ ભરતી માટે યોગ્ય હતી. જો કે હવેની ભરતીમાં તેમની ઊંચાઇ નિયત ધોરણથી ઓછી હોવાનું કારણ આપી તેમને અયોગ્ય ગણવામાં આવ્યા છે.
વ્યક્તિની ઊંચાઇ સમય સાથે વધે છે પણ ઘટી શકતી નથી. હાઇકોર્ટે સોલા સિવિલમાં તબીબોની હાજરીમાં ઉમેદવારોની ઊંચાઇ માપવામાં આવે તેવો નિર્દેશ કર્યો છે.