કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હિંસા ભડકાવવાના ષડયંત્રમાં નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસના દાવા પ્રમાણે, સમાજવાદી પાર્ટીના નેતાઓએ પીએમ ની રેલીમાં પથ્થરમારો કરવા માટે ખાસ ૪ લોકોને બોલાવ્યા હતા અને આ માટે દરેકને ૧૦૦૦ રુપિયા આપવામાં આવ્યા હતા. તેમને સભા પહેલા દારુ પણ પીવડાવવામાં આવ્યો હતો.
સમાજવાદી પાર્ટીના ૫ નેતાઓ ઉપરાંત આ કેસમાં બીજા ૪ નામ પણ સામે આવ્યા છે.આ પૈકીના ૨ લોકોની ધરપકડ કરવામાં છે.ધરપકડ કરાઈ છે તે યુવકે કહ્યુ કે, અમને કહેવામાં આવ્યુ હતુ કે, વડાપ્રધાનની રેલીમાં જોડાવાનું છે.અમે કાનપુરમાં સભા સ્થળે પહોંચ્યા તે પહેલા સમાજવાદી પાર્ટીના નેતાઓએ અમને દારુ પીવડાવીને એક કાર બતાવી હતી.તેના પર પથ્થરમારો કરવાનો અને નારેબાજી કરવાની સૂચના અપાઈ હતી.
આ સમગ્ર મામલે પોલીસ અગાઉ ૫ સમાજવાદી પાર્ટીના કાર્યકરોની ધરપકડ કરી ચુકી છે.પોલીસના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીની રેલીમાં હિંસા ભડકાવવા માટે તેમણે ગાડીમાં તોડફોડ કરી આગ ચાંપી હતી.કુલ મળીને ૮ લોકો તેમાં સામેલ હતા.જેમાંથી બીજા ૪ ની શોધખોળ ચાલી રહી છે. જે ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી તે ગાડી પણ અંકુર પટેલ નામના વ્યક્તિની છે અને તે સમાજવાદી પાર્ટીમાં હોદ્દેદાર રહી ચુકયો છે.જોકે પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે.
રેલીમાં હિંસા ભડકાવવાના કાવતરાનો પર્દાફાશ CCTV કેમેરા અને વિડિયો ફૂટેજના આધારે થયો હતો.રેલી પહેલા સપાના નેતાએ ગાડી પર PM મોદીના પોસ્ટર લગાવીને તોડફોડ કરી હતી.એ પછી તેનો વિડિયો વાયરલ કર્યો હતો.આ વિડિયો થકી તેઓ ભાજપના કાર્યકરોને ભડકાવવા માંગતા હતા.જેથી હિંસા ભડકે અને રેલીમાં આવેલા લોકો પણ ટાર્ગેટ બને.