અરવલ્લી જિલ્લામાં કોરોનાની દહેશતને લઇને જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને સરઘસ કાઢવા અથવા તો ટોળુ થવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
અરવલ્લી જિલ્લા કલેક્ટર ડૉ. નરેન્દ્રકુમાર મીણાએ આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી તૈયારીઓ અંગે ચિતાર મેળવ્યો હતો.
જિલ્લામાં કોરોનાને લઇને મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલ ખાતે ૧૪૫ પથારી, બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે ૧૨૦, ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ૭૦ જ્યારે શામળાજી ખાતે ૮૦ પથારીઓ તૈયાર કરાઈ છે. આ સાથે જ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે.